+

PM મોદીને બે દેશોનું સર્વોચ્ચ સન્માન મળ્યું

વિશ્વના અનેક દેશોની સામે પોતાની પ્રતિભા સાબિત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશોનું સર્વોચ્ચ સન્માન ફિજી અને પાપુઆ ન્યુ ગિનીએ એનાયત કર્યું છે. પીએમ મોદીએ આ સન્માન ખુશી સાથે સ્વીકાર્યું.…
વિશ્વના અનેક દેશોની સામે પોતાની પ્રતિભા સાબિત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશોનું સર્વોચ્ચ સન્માન ફિજી અને પાપુઆ ન્યુ ગિનીએ એનાયત કર્યું છે. પીએમ મોદીએ આ સન્માન ખુશી સાથે સ્વીકાર્યું. PM મોદી G-7 શિખર સંમેલન અને ક્વાડ બેઠકો પછી ઈન્ડો-પેસિફિક ઓપરેશનના ત્રીજા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રવિવારે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. અહીં તેઓ ઘણા દેશોના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા PM મોદી દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે ભારત અને 14 પેસિફિક ટાપુ દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ શિખર સંમેલનનું આયોજન કરવા માટે તેમની પ્રથમ મુલાકાતે રવિવારે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. બેઠક બાદ પીએમ મોદીએ પેસિફિક ક્ષેત્રના અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરીને મિત્રતા તરફ વધુ એક પગલું ભર્યું.
Whatsapp share
facebook twitter