+

PM Modi : PM મોદીનું Youth Connection…વાંચો ‘ગેમચેન્જર’ સંવાદ

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અવારનવાર કંઈકને કંઈક આઉટ ઓફ બોક્સ કરતા હોય છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથેની રસપ્રદ મુલાકાત બાદ PM Modi દેશના…

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અવારનવાર કંઈકને કંઈક આઉટ ઓફ બોક્સ કરતા હોય છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથેની રસપ્રદ મુલાકાત બાદ PM Modi દેશના 7 ઓનલાઈન ગેમર્સને (Online game)મળ્યા. આ દરમિયાન તેમણે રસપ્રદ વાતો કરી. એક ગેમર ગુજરાતના ભુજનો રહેવાસી છે. PM Modi એ હળવાશમાં પૂછ્યું, ભુજમાં આ બીમારી ક્યાંથી આવી? તેના પ્રશ્ન પર તમામ યુવા ઓનલાઈન ગેમર્સ હસી પડ્યા. પીએમ મોદીએ તેમને સસ્તા ઇન્ટરનેટની ઉપલબ્ધતા વિશે પણ પૂછ્યું.

 

PM મોદીને  મળેલા યુવાનોમાં એક  ભુજનો રહેવાસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા યુવાનોમાં એક ગુજરાતના ભુજનો રહેવાસી હતો. PM મોદીને જેવી ખબર પડી કે તેઓ ભુજના છે, તેમણે હળવા સ્વરમાં પૂછ્યું – ભુજમાં આ રોગ (Online game) ક્યાંથી આવ્યો? આના પર યુવા ગેમરે પીએમને કહ્યું કે આ આખા દેશમાં ફેલાયેલું છે. આ પહેલા પીએમ મોદીએ તમામ ઓનલાઈન ગેમર્સનો પરિચય અને ઓનલાઈન ગેમિંગમાં તેમની રુચિ વિશે પૂછુ હતું .

PM મોદીના પ્રશ્નો, ખેલાડીઓના જવાબ

ઓનલાઈન ગેમર્સ સાથેની મીટિંગ દરમિયાન PM મોદીએ પૂછ્યું કે,શું તમે આ વિશે સ્કૂલ-કોલેજમાંથી ખબર પડી? આ અંગે ઓનલાઈન ગેમર નમન માથુરે કહ્યું કે,તેણે આ વિશે યુટ્યુબ પરથી જાણ્યું અને કોલેજમાં બધાને આ વિશે જણાવ્યું. પાયલે જણાવ્યું કે, જ્યારે તેણે ઓનલાઈન ગેમિંગ શરૂ કર્યું ત્યારે અન્ય છોકરીઓ પણ તેને જોઈને ઓનલાઈન ગેમ રમવા લાગી.

PM મોદીએ વીડિયો ગેમ રમી

આ મીટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વીડિયો ગેમ્સમાં હાથ અજમાવવાનું ભૂલ્યા ન હતા. જ્યારે રમનારાઓ એકસાથે હોય તો પછી કોઈ ગેમ રમવાનું કેવી રીતે ટાળી શકે, PMએ પોતે VR, PC, કન્સોલ અને મોબાઈલ ગેમિંગનો અનુભવ કર્યો. PMનું પ્રથમ વખતનું ગેમિંગ પ્રદર્શન જોઈને રમનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.બેઠકમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે સરકારે ઓનલાઈન ગેમિંગ માટે નિયમો બનાવવાની જવાબદારી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITy)ને સોંપી છે. આ સિવાય યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મંત્રાલય (MYAS) ઈ-સ્પોર્ટ્સ પર નજર રાખશે.

માતાપિતા વિશે સવાલો કર્યા

 PM મોદીએ પૂછ્યું કે, જ્યારે માતા-પિતા કહે છે કે આ અમારા બાળકોને બગાડે છે ત્યારે તમને કેવું લાગે છે? આના પર યુવા ખેલાડીઓએ કહ્યું કે, તેઓ આ વિશે બધાને એલર્ટ કરવા માંગે છે. ઉપરાંત, ઓનલાઈન ગેમર્સે કહ્યું કે, ગેમિંગ માટે માનસિક કુશળતા જરૂરી છે. આ પ્રસંગે PM મોદીએ પર્યાવરણ જેવા મુદ્દાઓ પર પણ વાત કરી હતી. ગેમિંગ અને ગેમ્બલિંગ વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો.

 

આ  પણ  વાંચો  PM Modi meets 7 gamers: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ગેમર્સ સાથે કરી મુલાકાત, જાણો કોણ છે આ ગેમર્સ?

આ  પણ  વાંચો Bihar : ચૂંટણી ટાણે RJD ને મોટો ઝટકો, આ પૂર્વ સાંસદે આપ્યું રાજીનામું

આ  પણ  વાંચો- બાબા સાહેબ ઇચ્છે તો પણ સંવિધાન હટાવી શકે નહી: પીએમ મોદીએ વિપક્ષને આપ્યો સણસણતો જવાબ

 

Whatsapp share
facebook twitter