Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi : PM મોદી 10 દિવસમાં 12 રાજ્યની મુલાકાત કરશે

01:08 PM Mar 04, 2024 | Hiren Dave

PM Modi : કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission ) હવે કોઈપણ સમયે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) ની તારીખની જાહેરાત કરી શકે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Narendra Modi) દેશભરના રાજ્યોનો મેરેથોન પ્રવાસ ચાલુ છે. તાજેતરમાં દક્ષિણના રાજ્ય કેરળ, તમિલનાડુ ત્યારે બાદ  મહારાષ્ટ્ર અને  ઝારખંડમુલાકાત લીધા પછી PM મોદી આગામી 9 દિવસ સુધી ‘ભારત દર્શન’માં વ્યસ્ત રહેશે. PM મોદી 4 થી 12 માર્ચ સુધી કોઈપણ વિરામ વિના રાજ્યોનો પ્રવાસ કરશે અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.

  • PM મોદી 10 દિવસમાં 12 રાજ્યના પ્રવાસે
  • 10 દિવસમાં 29 કાર્યક્રમમાં હાજરી આપશે
  • આજથી બે દિવસના તેલંગાણાના પ્રવાસે
  • 12 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે PM મોદી

આ10 દિવસમાં PM મોદી દેશભરના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમાં તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ ક્રમમાં PM મોદી હવે 4 થી 7 માર્ચ સુધી પાંચ રાજ્યોનો મેરેથોન પ્રવાસ કરવા જઈ રહ્યા છે જેમાં તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.

PM  મોદી તેમના 12 રાજ્યોના પ્રવાસ દરમિયાન કુલ 29 કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનના ભાવિ કાર્યક્રમો અંગે જણવા મળ્યા મુજબ, પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ મોદી રાજધાની દિલ્હીમાં પણ એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી શકે છે.

12 રાજ્યોની મુલાકાત; પીએમ મોદી 29 કાર્યક્રમોમાં જશે
આવતીકાલ સોમવારે PM  મોદી તેલંગાણાના આદિલાબાદમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન આદિલાબાદમાં એક જાહેરસભાને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી 5 માર્ચે તેલંગાણાના સાંગારેડ્ડીમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરશે. તેલંગાણા બાદ વડાપ્રધાન તમિલનાડુના કલ્પક્કમમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની મુલાકાત લેશે. પીએમ ચેન્નાઈમાં એક રેલીને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદી બિહાર પણ જશે

આ પછી ઓડિશાના પ્રવાસે જવાનુ આયોજન છે. હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ ભેટમાં આપ્યા બાદ PM મોદી એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. PM મોદી ઓડિશાના ચંદીખોલમાં જનસભાને પણ સંબોધિત કરશે. ઓડિશા બાદ વડાપ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે રવાના થશે. 6 માર્ચે PM મોદી કોલકાતામાં વિકાસ પરિયોજનાઓનું અનાવરણ કરશે. બારાસતમાં જનસભાને સંબોધવાનું આયોજન છે. અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ બાદ પીએમ મોદી બિહાર જશે. પીએમ મોદી બેતિયામાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

 

 PM મોદી દિલ્હીમાં એવોર્ડ ફંકશનમાં હાજરી આપશે

બિહાર બાદ વડાપ્રધાન 7 માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. તે જ દિવસે સાંજે દિલ્હી પરત ફરશે. PM મોદી એક મીડિયા ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રથમ નેશનલ ક્રિએટર એવોર્ડ્સમાં હાજરી આપશે. PM મોદી 8 માર્ચની સાંજે આસામ જવા રવાના થશે. વડાપ્રધાન મોદી આસામના જોરહાટમાં પ્રખ્યાત અહોમ સેના કમાન્ડર લચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે PM મોદી જોરહાટમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

ઉત્તરપૂર્વ પછી યુપી અને દિલ્હીને ભેટ

આસામ બાદ PM મોદી અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી રાજધાની ઇટાનગરમાં અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ પણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર PM મોદી 10 માર્ચે ઉત્તર પ્રદેશમાં હશે. વડાપ્રધાન આઝમગઢમાં વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. 11 માર્ચે PM મોદી દિલ્હીમાં ‘નમો ડ્રોન દીદી’ અને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે સાંજે વડાપ્રધાન મોદી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

PM મોદી ગુજરાત અને રાજસ્થાનની પણ મુલાકાત લેશે
PM મોદી  12 માર્ચે ગુજરાતના સાબરમતી અને રાજસ્થાનના પોખરણની મુલાકાત લેશે. 13 માર્ચના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત અને આસામમાં ત્રણ મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું આયોજન છે. સમાજના વંચિત વર્ગનો સંપર્ક કરવા માટે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો – PM Modi: પીએમ મોદીએ પોતાના મંત્રીઓને સંબોધિત કરતા કરી ખાસ વાત