Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદી કેરળની બે દિવસીય મુલાકાતે….

04:10 PM Jan 17, 2024 | Maitri makwana

PM મોદી બે દિવસીય પ્રવાસ પર મંગળવારે સાંજે કેરળના કોચી પહોંચ્યા હતા. અહીં તેમણે મહારાજા કોલેજ મેદાનથી લગભગ 1.3 કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો.

ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે PM મોદીએ બુધવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી.જેમાં મળતી માહિતી અનુસાર, PM મોદી આજે કેરળના વિલિંગ્ડન દ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આ પહેલા PM મોદીએ કોચીમાં રોડ શો પણ કર્યો હતો.

નેતા સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદીએ બુધવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા અને નેતા સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપી હતી.

4000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે

મળતી માહિતી મુજબ, PM મોદી આજે કેરળના વિલિંગ્ડન આઇલેન્ડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન 4000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સમાં કોચીન શિપયાર્ડ ખાતે એક નવું બંદર અને આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધાનો સમાવેશ થાય છે. આ સિવાય પીએમ પુથુવીપાઈનમાં ઈન્ડિયન ઓઈલના અત્યાધુનિક એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો – કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રીના થિંક ટેન્કનું FCRA રદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ