Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિતે PM મોદી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

02:53 PM Nov 14, 2023 | Harsh Bhatt

દેશના પૂર્વ અને પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુની જન્મજયંતિ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીના શાંતિવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર ભૂતપૂર્વ વડા પ્રધાનના યોગદાનને યાદ કરતાં તેમણે લખ્યું હતું કે – “ભારતને શૂન્યમાંથી શિખર પર લઈ જનાર, આધુનિક ભારતના નિર્માતા, લોકશાહીના નિર્ભય રક્ષક અને આપણા પ્રેરણાના સ્ત્રોત એવા પંડિત જવાહરલાલ નેહરુજીની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ”

પંડિત નેહરુની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’

કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીએ પણ ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લખ્યું હતું કે -પંડિત જવાહરલાલ નેહરુ એ સ્વતંત્રતા, પ્રગતિ, ન્યાયનો વિચાર છે. આજે ભારત માતાને તેમના ‘હિંદના જવાહર’ના આ મૂલ્યોની એક વિચારધારાની જેમ દરેક હૃદયમાં જરૂર છે.

પંડિત નેહરી ચાચા નેહરુ તરીકે પણ ઓળખાય છે. તેમના સન્માનમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. દેશના પહેલા પીએમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી બાદ તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો — PM MODI : આ ચૂંટણી એમપીના વિકાસને ડબલ એન્જિન સ્પીડ આપવાની છે : PM મોદી