Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi Lakshadweep Visit: Pm Modi એ લક્ષદ્વીપમાં રોમાંચક અનુભવ કર્યો

03:54 PM Jan 04, 2024 | Aviraj Bagda

PM Modi Lakshadweep Visit: PM Narendra Modi એ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન Snorkeling કર્યું હતું. PM Modi એ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને ફોટો શેર કરતા કહ્યું કે જે લોકો Advencher કરવાનું ઈચ્છતા હોય છે. તે લોકોની લીસ્ટમાં લક્ષદ્વીપ અવશ્યક હોવું જોઈએ. કારણ કે… લક્ષદ્વીપના પ્રવાસ દરમિયાન મેં Snorkeling કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્ષણ યાદગાર અને આનંદદાયક હતી.

PM Modi Lakshadweep Visit

આ ઉપરાંત PM Modi એ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં આયુષ્માન ભારત, PM-કિસાન, PM-આવાસ અને કિસાન Credit Card જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ થાય છે.

PM Modi એ પ્રવાસનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી, તે પરંપરાઓનો વારસો છે અને તેના લોકોની ભાવનાનું પ્રમાણપત્ર છે. આ સફર દરમિયાન શીખવાની અને વિકાસની યાત્રા રહી છે.

શું કહ્યું PM Modi ?

PM Modi એ કહ્યું કે મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો. હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું.

લક્ષ્ય શું છે?

PM Modi એ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉત્તમ કરવાનો છે. લોકોના જીવનને યોગ્ય રીતે આરોગ્ય સારવાર, ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની તકો ઉભી કરવા તેમજ ભવિષ્યના Infrastructures નું નિર્માણ કરતી વખતે જીવંત સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી કરવા વિશે પણ છે.

આ પણ વાંચો: મોહલ્લા ક્લિનિક(Mohalla Clinics)માં નકલી ટેસ્ટ કેસ પર ભાજપે AAPને ઘેરી