+

PM Modi in Jamnagar : સવા કિમીનો રોડ શૉ કરી જનતાનું અભિવાદન ઝીલશે PM મોદી, 6 સ્ટેજ, 9 બ્લોક બનાવાયાં

પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં પીએમ મોદી (PM Modi in Jamnagar) રાત્રિ રોકાણ કરી આવતીકાલે દ્વારકા (Dwarka) જશે. આજે જામનગર (Jamnagar) ખાતે પીએમ મોદીનો રોડ શૉ યોજાશે. દિગજામ…

પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં પીએમ મોદી (PM Modi in Jamnagar) રાત્રિ રોકાણ કરી આવતીકાલે દ્વારકા (Dwarka) જશે. આજે જામનગર (Jamnagar) ખાતે પીએમ મોદીનો રોડ શૉ યોજાશે. દિગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધીનો આ રોડ શો યોજાશે. સવા કિલોમીટર સુધીનો PM મોદીનો રોડ શૉ યોજાશે.

16 વોર્ડનાં લોકો માટે 9 બ્લોક ઊભા કરાયાં

આજે પીએમ નરેન્દ્ર મોદી જામનગર (PM Modi in Jamnagar) પધારશે. જામનગર ખાતે પીએમ મોદીનો રોડ શૉ (PM Modi Roadshow in Jamnagar) પણ યોજાશે. દિગજામ સર્કલથી પાયલોટ બંગલા સુધી એમ સવા કિલોમીટર સુધીનો પીએમ મોદીનો રોડ શૉ યોજાશે. માહિતી મુજબ, રોડની બંને બાજુએ લોકો ઊભા રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાની ડાબી બાજું સવા કિમીમાં 16 વોર્ડનાં લોકો માટે 9 બ્લોક ઊભા કરાયાં છે. પ્રથમ ગોલ્ડન સિટી માર્ગ, આઈનોક્સ સિનેમા માર્ગ અને સેક્સન રોડ ખાતે બ્લોક તૈયાર કરાયાં છે. ચાર માર્ગીય રોડ પર જમણી બાજુ એમ્યુઝમેન્ટ પાર્ક રોડ, કામદાર કોલોની માર્ગ, ખોડિયાર મંદિર અને જનતા ફાટક માર્ગ પર બ્લોક તૈયાર કરાયા છે.

જામનગરમાં પીએમ મોદીનો રોડ શૉ

રોડ શૉના માર્ગ પર કુલ 06 સ્ટેજ

ઉપરાંત, રોડ શૉના માર્ગ પર કુલ 06 સ્ટેજ બનાવાયાં છે. આ સ્ટેજ પર જુદા જુદા સમાજના લોકો પીએમ મોદીનું અભિવાદન કરશે. જામનગર આવીને રોડ શૉના માધ્યમથી પીએમ મોદી જનતાનું અભિવાદન ઝીલશે. રોડ શૉ દરમિયાન, પાયલોટ બંગલાથી PM મોદીનો કાફલો સર્કિટ હાઉસ પહોંચશે. જણાવી દઈએ કે, જામનગરમાં (Jamnagar) રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રવિવારે વહેલી સવારે પીએમ મોદી દ્વારકા (Dwarka) જવા રવાના થશે.

પીએમ મોદી સિગ્નેચર બ્રિજનું કરશે લોકાર્પણ

દ્વારકામાં (Dwarka) 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી દેશના સૌથી મોટા કહેવાતા અને ઓખા-બેટ દ્વારકાને જોડતાં અનોખા સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરશે. આથી પીએમ મોદી (Prime Minister Narendra Modi) આજે રાતે 9.15 કલાકે જામનગર એરપોર્ટ પર આગમન કરશે. તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) હાજર રહેશે. પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 6.45 વાગે દ્વારકા જવા રવાના છે. દ્વારકા (Dwarka) ખાતે પીએમ મોદીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

 

આ પણ વાંચો – Dwarka : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિર ચોકમાં સફાઈ કરી, PM મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન

Whatsapp share
facebook twitter