Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગરમી અને આગથી થતા મોત મામલે PM મોદી એક્શનમાં, કરી હાઈલેવલ મિટીંગ

08:01 PM Apr 21, 2023 | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ગુરુવારે હીટવેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ
સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ગરમીન
ી લહેર અથવા આગની ઘટનાઓથી થતા મૃત્યુને ટાળવા માટે તમામ પગલાં લેવાની
જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન
ભારત હવામાન વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે
સમગ્ર દેશમાં માર્ચ-મે
2022માં ઉચ્ચ તાપમાન રહેવા વિશે માહિતી
આપી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

javascript:nicTemp();

પીએમ મોદીએ કહ્યું
કે હીટવેવ અથવા આગની ઘટનાઓથી થતા મૃત્યુને ટાળવા માટે આપણે તમામ પગલાં લેવાની જરૂર
છે. આ સાથે પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું કે આવી કોઈપણ ઘટના માટે પ્રતિક્રિયા સમય
ખૂબ જ ઓછો હોવો જોઈએ અને વધતા તાપમાનને જોતા હોસ્પિટલોના નિયમિત ફાયર સેફ્ટી ઓડિટ
કરાવવાની જરૂર છે. 
પીએમઓએ જણાવ્યું
હતું કે ઉનાળા અને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કોઈપણ પરિસ્થિતિ માટે તમામ
પ્રણાલીઓની સજ્જતાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે સારા સંકલનની
જરૂરિયાત પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને
માનક પ્રતિભાવ તરીકે રાજ્ય
, જિલ્લા અને શહેર સ્તરે હીટ એક્શન પ્લાનતૈયાર કરવાની સલાહ આપવામાં આવી છે.