+

PM મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા, જાણો કયા મુદ્દે યોજાઈ બેઠક

પ્રધાનમંત્રી મોદી દ્વારા રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓ ભાજપના મુખ્યાલય પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય પ
પ્રધાનમંત્રી મોદી દ્વારા રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓ ભાજપના મુખ્યાલય પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું.હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, ત્રિપુરાના સીએમ માણિક સાહા અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ભાજપના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા.

સુશાસનના મુદ્દે મંથન
પીએમ મોદીએ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને સુશાસનના પાઠ ભણાવ્યાં હતા. તેમણે મુખ્યમંત્રીઓને સરકારની યોજનાઓ અને નીતિને લોકોની વચ્ચે લઈ જવાની તથા વિકાસને વેગ આપવાનું જણાવ્યું હતું. 
બેઠકમાં આ મુદ્દે થઈ ચર્ચા   
આ બેઠકમાં કેન્દ્ર સરકારની નીતિઓ કેવી રીતે અસરકારક બની શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્ર સરકારની યોજનાઓ સામાન્ય માણસ સુધી પહોંચી રહી છે કે નહીં તે અંગે મંથન કરવામાં આવશે. આ બેઠકનું સામાન્ય લક્ષ્ય 2024 તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે મનોમંથન કરવાનું છે. બેઠકના એજન્ડામાં કેન્દ્ર સરકારની યોજનાઓની અસર, વધુ સારો વહીવટ, હર ઘર તિરંગા યોજના, રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન કેવી રીતે સુધારી શકાય તે સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યો વધુ સારું કામ કરી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યોના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે, બેઠકમાં તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. 
Whatsapp share
facebook twitter