+

PM Modi Gujarat Visit : સાબરમતી આશ્રમ ‘વિકસિત ભારત’ના સંકલ્પોનું તીર્થ બન્યું : PM મોદી

PM Modi Gujarat Visit : સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) ખાતે PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે બાપુની પ્રેરણાનો આપણી અંદર અનુભવ કરી શકીએ. બાપુના મુલ્યો આજે પણ…

PM Modi Gujarat Visit : સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) ખાતે PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે બાપુની પ્રેરણાનો આપણી અંદર અનુભવ કરી શકીએ. બાપુના મુલ્યો આજે પણ અનેક લોકોના જીવનમાં સજીવ છે. ગાંધી આશ્રમના (Gandhi Ashram) પુનઃ વિકાસનું ઉદ્ઘાટન કરવું મારું સૌભાગ્ય છે. બાપુના પહેલા આશ્રમ કોચરબ આશ્રમનું પણ લોકાર્પણ કર્યું છે. દ. આફ્રિકા બાદ ગાંધીજીનો પહેલો આશ્રમ કોચરબ આશ્રમ છે. ગાંધીજી બે વર્ષ સુધી કોચરબ આશ્રમમાં (Kocharab Ashram) રહ્યા હતા. તેમજ ગાંધીજી ત્યારબાદ સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા હતા.

 

આશ્રમ વિકસિત ભારતના સંકલ્પોનું તીર્થ બન્યુ: PM મોદી
PM Modi Gujarat Visit વડાપ્રધાને સાબરમતી આશ્રમ વિશે વાત કરતા કહ્યુ કે જે આશ્રમની દેશની આઝાદીમાં ખૂબ જ મોટી ભૂમિકા રહી છે, જેને દેખવા, જાણવા અને અનુભવવા દુનિયાભરમાંથી લોકો આવે છે, તે સાબરમતી આશ્રમની માવજત તે તમામ ભારતીયની ફરજમાં આવે છે. સાબમતી આશ્રમના વિસ્તારમાં અહીં રહેતા પરિવાજનોની મુખ્ય ભૂમિકા હોવાનું પણ PM મોદીએ જણાવ્યુ. તેમના કારણે જ આશ્રમની 55 એકર જમીન પરત મળી હોવાનું વડાપ્રધાને જણાવ્યુ. આ કામમાં સકારાત્મક ભૂમિકા ભજવનારનો વડાપ્રધાને આભાર માન્યો.

 

લાખો લોકો સરદાર પટેલને નમન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે
PM મોદી જાણવ્યું કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયા માટે આકર્ષણનું કેંદ્ર બન્યું છે. લાખો લોકો સરદાર પટેલને નમન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે. જનઆંદોલન થકી બાપુએ દેશની જનતામાં ઉર્જાનું સિંચન કર્યું છે. બાપુએ ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતનું સપનું જોયું હતુ. વોકલ ફોર લોકલ બાપુની આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે. ગુજરાતના 9 લાખ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં 3 લાખ મેટ્રિક ટન યુરિયાનો ઉપયોગ ઓછો થયો છે. બાપુની પ્રાકૃતિક ખેતીની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ છે. ગ્રામીણ મહિલાઓ સ્વનિર્ભર થઇ રહી છે.

આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી

આ વિરાસતને સાચવવી 140 કરોડ ભારતીયોની જવાબદારી છે. આશ્રમના રહેનારા પરિવારોનો ખૂબ મોટો સહયોગ છે. આ પરિવારોના સહયોગથી જ આશ્રમની જમીન મળી શકે છે. આશ્રમની ઇમારતોને તેના મૂળ સ્વરૂપે સાચવવાનો પ્રયાસ છે. જરૂર પડે તે જ મકાનોને નવેસરથી બનાવાશે. આ આશ્રમ દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અગાઉ સરકારોમાં આવી વિરાસતને બચાવવાનો વિચાર નહોતો. અગાઉની સરકારોમાં રાજકીય ઇચ્છાશક્તિ પણ નહોતી. આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી. વારાણસીનો સાંસદ છું, વિરાસતોને જોતો આવ્યો છુ. અયોધ્યામાં પણ રામમંદિર બનાવ્યુ છે.

મને ત્રીજી ટર્મમાં ફરી એકવાર આશ્રમના લોકાર્પણની તક મળશે

ગુજરાતે હંમેશા પોતાની વિરાસતો સાચવીને રાખી છે. ગુજરાતે હંમેશા વિરાસતો સાચવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતે રાષ્ટ્રીય સ્મારકોને સાચવીને વિકાસને આગળ વધાર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. વોકલ ફોર લોકલ એ ગાંધીજીની સ્વદેશીની ભાવના છે. આત્મનિર્ભર ભારત પણ ગાંધીજીની કલ્પના હતી. ગુજરાતના 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બાપુની પ્રાકૃતિક ખેતીની વિચારધારાને આગળ વધારવા પ્રયાસ છે. ગ્રામીણ મહિલાઓ સ્વનિર્ભર થઇ રહી છે. ગુજરાતમાં 3 લાખ મેટ્રિક ટન યુરિયાનો વપરાશ ઘટ્યો છે. ગામ, ગરીબનો વિકાસ અમારી સરકારનો મંત્ર છે. અમદાવાદના બાળકો સાબરમતી આશ્રમ આવી સમય વિતાવશે. બાળકો અહીં આવી ઇતિહાસ નજરે જોઇ શકશે. દેશવાસીઓને આ નવા વિકાસકાર્યને સમર્પિત કરું છુ. ઘણાં સમયથી આ કામ પાછળ લાગેલો હતો. કોર્ટમાં પણ બહુ સમય વીત્યો મારો તેમજ ત્યારની કેન્દ્ર સરકાર પણ તેમાં અડચણો ઉભી કરતી હતી. ઝડપથી આ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરાશે. મને ત્રીજી ટર્મમાં ફરી એકવાર આશ્રમના લોકાર્પણની તક મળશે.

 

આઝાદી બાદ આ આશ્રમ ઘટી ઘટી માત્ર 5 એકરમાં રહ્યો

હું બાપુનાં ચરણમાં નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છુ. આજે 12 માર્ચની ઐતિહાસિક તારીખ છે. આજના દિવસે બાપુએ દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. 12 માર્ચ 2022એ અમૃત મહોત્સવની અહીંથી શરૂઆત કરી હતી. અમૃત મહોત્સવે દેશમાં જન ભાગીદારીનું વાતાવરણ બનાવ્યુ છે. આઝાદી પહેલા દેખાયું હતું એવું વાતાવરણ જોવા મળ્યુ છે. દેશમાં 2 લાખથી વધારે અમૃત વાટિકાઓનું નિર્માણ થયુ છે. 2 કરોડથી વધારે વૃક્ષો લગાવી તેના વિકાસની સંભાળ રખાઇ છે. 70 હજારથી વધારે અમૃત સરોવરનું નિર્માણ કરાયુ છે. હર ઘર તિરંગા અભિયાન એક ખૂબ સફળ અભિયાન તથા મેરી માટી મેરા દેશથી દેશના બલિદાનીઓને શ્રદ્ધાંજલિ અપાઇ છે. સાબરમતી આશ્રમ વિકસિત ભારતના સંકલ્પનું પણ તિર્થ છે. પોતાની વિરાસત ન સાચવે તે દેશ ભવિષ્ય પણ ગુમાવી દે. આઝાદી બાદ આ ધરોહરની સાથે પણ ન્યાય ન થયો. આઝાદી બાદ આ આશ્રમ ઘટી ઘટી માત્ર 5 એકરમાં રહ્યો છે. આશ્રમમાં 63માંથી માત્ર 36 મકાનો બચ્યા છે.

 

 

આશ્રમના પુનઃ વિકાસ ઉદ્ઘાટન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પેટેલે સંબોધન આપ્યુ છે. જેમાં જણાવ્યું છે કે ગાંધી આશ્રમનો પુનઃ વિકાસ થવાનો છે એ ગર્વની વાત છે. ભારતની આઝાદીના સંગ્રામનું કેન્દ્રબિંદુ આ આશ્રમ રહ્યો છે. જન આંદોલનના અનેક નિર્ણય આ આશ્રમથી જ લેવાતા હતા. આઝાદીના સ્વપ્નને સાકાર કરવામાં આશ્રમની ભૂમિકા છે. મૂળ આશ્રમ 5 એકરમાં ફેલાયેલો છે. આ આશ્રમને માત્ર ગાંધી મેમોરિયલ નથી બનાવવાનુ. ગાંધીજીના વિચારોને વિશ્વમાં ફેલાવવાનું માધ્યમ આશ્રમ બનશે. આશ્રમના પુનઃ વિકાસ માટે કેન્દ્ર તરફથી મદદ બદલ આભાર. આશ્રમવાસીઓના અનેક પરિવારો અહીં રહેતા હતા. તેમના સહયોગ વગર આ પુનઃ વિકાસ શક્ય ન હતો. આશ્રમવાસીઓ અને ટ્રસ્ટીઓના સહયોગ બદલ આભાર.

 

 

ગાંધીજીના જીવનમૂલ્યો આધારિત સ્મારક બનાવાશે

ગાંધીજીના જીવનમૂલ્યો આધારિત સ્મારક બનાવાશે. વિશ્વ સ્તરીય સુવિધાઓથી સ્મારક સજ્જ હશે. તેમજ સ્મારક ગાંધીજીના આદર્શો – યોગદાનને સમજવાનું કેન્દ્ર બનશે. એક નવા સ્વરૂપમાં સાબરમતી આશ્રમ ઉભરશે. તેમાં આશ્રમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. 20 જૂની ઇમારતોનું સંરક્ષણ, 3 ઇમારતનું નિર્માણ કરાશે. 13 ઇમારતોનું પુનઃસ્થાપન કરવામાં આવશે. વ્યાખ્યાન કેન્દ્ર, સોવિનિયર શોપ, ફૂડ કોર્ટ બનાવાશે.

ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે

સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. જેને લઈ PM મોદીએ ગાંધી આશ્રમનો માસ્ટર પ્લાન જોઇ તેનું લોન્ચિંગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.

 

આ  પણ  વાંચો PM Modi Gujarat Visit : ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર કાઢી: PM મોદી

આ  પણ  વાંચો – Haryana : મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ધારાસભ્યનો દાવો – ખટ્ટર જ ફરીથી શપથ લેશે…

આ  પણ  વાંચો Lok Sabha Election 2024 : BJP એ ઉમેદવારોને લઈને મોડી રાત સુધી મંથન કર્યું, મોદી-શાહ રહ્યા હાજર…

 

 

Whatsapp share
facebook twitter