+

PM Modi Gujarat visit : PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

PM Modi Gujarat visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) ફરી એકવાર ત્રણ દિવસ ગુજરાતના( PM Modi Gujarat visit) પ્રવાસે આવી રહ્યા છે જેમાં જેમાં 22, 24 અને 25 ફેબ્રુઆરીએ…

PM Modi Gujarat visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) ફરી એકવાર ત્રણ દિવસ ગુજરાતના( PM Modi Gujarat visit) પ્રવાસે આવી રહ્યા છે જેમાં જેમાં 22, 24 અને 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન ગુજરાત આવશે. તેમાં 22 ફેબ્રુ.એ સવારે 10:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે. તેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં 1 વાગ્યા સુધી કાર્યક્રમમાં હાજર રહેશે.

 

22 ફેબ્રુઆરી 2024નો કાર્યક્રમ
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22 ફેબ્રુઆરી 2024એ તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થયા છે. 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. 01:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 02:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે. 04:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા યોજાશે.06:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાંજે 7:35 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે.

 

સાંજે 6થી 7 વાગ્યે PM મોદી અણુઉર્જા મથકની મુલાકાત લેશે
વડાપ્રધાનનો 25 ફેબ્રુઆરીનો દિવસ ખુબજ વ્યસ્ત રહેવાનો છે. 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વાસીઓને વડાપ્રધાન વિકાસના કાર્યોની અનેક ભેટ આપવાના છે. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેમનું સવારે 07:35 કલાકે બેટ દ્વારકામાં આગમન થશે.07:45 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરશે. 08:25 કલાકે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 09:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. 12:15 કલાકે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સંબોધનનો કાર્યક્રમ છે. 03:30 વાગ્યે રાજકોટ AIIMSની મુલાકાત લેશે. 04:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેરસભા કરશે.રાત્રે 08:00 વાગ્યે રાજકોટથી દિલ્લી જવા રવાના થશે.

 

આ  પણ  વાંચો  – Ahmedabad : SG હાઇવે પર ગોઝારો અકસ્માત, ડમ્પરચાલકે અડફેટે લેતા બાઇકસવાર બે પૈકી એકનું મોત

 

Whatsapp share
facebook twitter