Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi એ ઓડિશાને આપી વિકાસની ભેટ, વાંચો ભાષણની ખાસ વાતો

10:39 PM Feb 03, 2024 | VIMAL PRAJAPATI

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસ માટે ઓડિશા અને આસામના પ્રવાસે છે. ઓડિસાના સંબલપુરમાં એક સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી 68,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચની પરિયોજનાઓનું ઉદ્ઘાટન,લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે જવાના છે. પ્રધાનમંત્રીએ ઓડિસામાં 68 હજાર કરોડ અને આસામ માટે 11 કરોડની બહુપરીમાણીય વિકાસની યોજાનાઓ લોન્ચ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યુપાલ રઘુબર દાર અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ અને બિશેશ્વર ટૂડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ અનેક યોજાનાઓનો શિલાન્યાસ કર્યો હતો.

પોતાના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રીએ કરેલી આ ખાસ વાતો

  • ઓડિશાના રેલ્વે સેક્ટરને પહેલાની કક્ષાએ 12 ગણુ વધારે બજેટ આપવામાં આવ્યું, છેલ્લા દશ વર્ષોમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત ગ્રામીણ ઓડિશામાં આશરે 50,000 કિલોમીટરનો રોડ બનાવામાં આવ્યો છે.
  • કેન્દ્ર સરકારની મદદ અને પ્રયાસોથી ઓડિશા અત્યારે પેટ્રોલિયમ અને પેટ્રો-રસાયન ક્ષેત્રમાં પણ સારો એવો વિકાસ થયો છે. ઉલ્લેખનીય છે કે,છેલ્લા દસ વર્ષોમાં આ ક્ષેત્રમાં 1.25 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
  • આજનો દિવસ ઓડિશાના વિકાસ માટે ખાસ મહત્વ ધરાવે છે. હું ઓડિશાના લોકોને 70 હજાર કરોડની આ યોજનાઓ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આ યોજનાઓ થકી ઓડિશાનો વિકાસ થશે અને તેની સાથે સાથે યુવાનો માટે ઘણી તકો પણ નિર્માણ પામશે.
  • બે દિવસ પહેલ જ 2024નું બજેટ આવ્યું છે. છેલ્લા 10 વર્ષોમાં જે નીતિના કારણે દેશમાંથી 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે તે નીતિઓને આ બજેટમાં વધારે સ્થાન આપવામાં આવ્યું છે.
  • મારો કોઈ ભાઈ-બહેન ઝુંપડપટ્ટીમાં ના રહે, તે માટે હું રાત દિવસ એક કરી રહ્યો છું. ખેડૂત હોય, મછ્છીનો વેપારી હોય, માછીમાર હોય… આ દરેકની આવકમાં વધે, તેમનું જીવન સુધરે તે માટે ભાજપા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.
  • છેલ્લા દસ વર્ષોમાં અમે ગામડાં સુધી વીજળી પહોંચાડી છે જે દેશની આડધાથી વઘારે વસ્તી અંધારામાં રહેતી હતી. અમે દેશમાં એલઇડી બલ્બની નવી ક્રાંતિ લાવ્યા જેથી ગરીબોના વીજળીના બિલમાં ઘટાડો કરી શકાય. હવે અમારો પ્રયાસ છે કે દેશના ગરીબોનું વીજળીનું બિલ પણ શૂન્ય થઈ જાય, તેથી આ બજેટમાં 1 કરોડ પરિવારો માટે રૂફટોપ સોલાર પાવર યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
  • છેલ્લા 10 વર્ષોમાં આશરે 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ગઈ છે. આ વર્ષના બજેટમાં 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
  • 2014 પહેલાના 10 વર્ષો સુધી જે પણ સરકાર કેન્દ્રમાં રહી હતી તેમના દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવતું તેનાથી વધારે તો તેમાં ઘોટાળા થતા હતાં.
  • 2014 પહેલા ભારતના યુવાનો નિરાશામાં ડૂબેલા હતા અને તેમનું ભવિષ્ય પણ અંધારામાં હતું. અત્યારે ભારતના યુવાનોમાં આત્મવિશ્વાસથી ભરેલા છે કારણ કે, તેમની પાછળ ભાજપાની ઈમાનદાર સરકાર ઊભી છે.
  • દિલ્હીમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઓડિશાના લોકોને પોતાના હકો માટે પણ પરેશાન થવું પડતું હતું. અત્યારે તમારો આ દીકરો દિલ્હીમાં બેઠો છે. તે માટે આજે ઓડિશાના વિકાસ માટે પૈસાની કોઈ કમી નથી.

આ પણ વાંચો: અત્યાર સુધી કોને કોને મળ્યો ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર? આ રહી યાદી