Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi in Saharanpur: ભાજપ માટે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પ્રથમ – વડાપ્રધાન મોદી

01:16 PM Apr 06, 2024 | PARTH PANDYA

PM Modi Election Rally in Saharanpur : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) દ્વારા આજે ઉત્તરપ્રદેશ
(UTTARPRADESH) ના સહારનપુર (SAHARANPUR) માં જંગી રેલીને સંબોધન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ પર જોરદાર વરસ્યા છે. સાથે જ તેમણે ભાજપ દ્વારા આર્ટિકલ 370 (ARTICLE 370) , રામ મંદિર (RAM MANDIR) સહિતના મુદ્દાઓ પૂર્ણ કરવા અંગેની વાત લાખો લોકો સમક્ષ મુકી છે.

સહારનપુરમાં જંગી મેદનીને સંબોધન

દેશમાં લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. હાલ આદર્શ આચાર સંહિતા દેશભરમાં લાગુ છે. ત્યારે તમામ પક્ષો પોતપોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જંગી મેદનીને સંબોધન કર્યું છે. આ સંબોધનમાં તેમણે વિપક્ષ પર ભારે પ્રહાર કર્યા છે. સાથે જ ભાજપ દ્વારા પુરા કરવામાં આવેલા વાયદા અંગેની માહિતી લોકો સમક્ષ મુકી છે.

કોંગ્રેસે ભારતની છબી વિશ્વમાં ખરાબ કરી

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષી દળ શક્તિની વિરૂદ્ધ કામ કરી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, શક્તિનો વિરોધ કરનારાના હાલ પુરાણોમાં અંકિત છે. કોંગ્રેસે ભારતની છબી વિશ્વમાં ખરાબ કરી. અત્રે નોંધનીય છે કે, ઇન્ડિ એલાયન્સ દ્વારા આયોજિત રેલીમાં રાહુલ ગાંધી દ્વારા શક્તિ વિરૂદ્ધનું નિવેદન આપ્યું હતું. જેને લઇને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા

જંગી જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું કે, દેશ કહી રહ્યો છે, 4 જૂને 400 પાર, ભાજપ માટે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પ્રથમ છેે. દુનિયામાં આજે ભારતનો ડંકો વાગે છે. ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે. 370, રામ મંદિરનો મુદ્દો અમે પૂર્ણ કર્યો.

4 જૂને 400 પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતોને જનમેદની વધાવી રહી હોય તેવો માહોલ સ્થળ પર જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ દ્વારા આયોજિત રેલી-કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી નોંધવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇન્ડિ એલાયન્સની રેલીઓ ફિક્કી જોવા મળી રહી છે. દેશમાં હાલ ભાજપ તરફી માહોલ છે, જેને લઇને 4 જૂને 400 પારની સ્થિતી દિવસેને દિવસે મજબુત બનતી જાય છે.

આ પણ વાંચો —  Child Trafficking : દિલ્હીમાં બાળ તસ્કરીના રેકેટ પર CBI નું મેગા ઓપરેશન