Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વતનમાં PM MODI, આજે RAJKOT વાસીઓને આપશે મોટી ભેટ

08:01 AM Jul 27, 2023 | Hiren Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને આજે તેઓ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. આજે તેઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવા જઈ રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર KKV ચોક ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે અને સૌની યોજનાના ત્રીજા ફેઝના પ્રોજેક્ટનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાનું છે.

 

 

આ વચ્ચે વડાપ્રધાન મોદી રાજકોટમાં સૌની યોજના લીંક-3 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે તેમજ એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં જોવા મળશે.

 

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવનારા પીએમ મોદી પ્રધાનોના કલાસ લેશે. જેમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વાર રાજભવનમાં PMની પાઠશાળા યોજાશે. PM મોદી ગુજરાતના મંત્રી મંડળ સાથે બેઠક કરશે. રાજભવનમાં મળનારી બેઠક માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

 

વડાપ્રધાન મોદીનો રાજકોટ પ્રવાસનો કાર્યક્રમ

3.15 રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ થશે આગમન

3.15 થી 3.40 લોકાર્પણ અને એરપોર્ટ નિરીક્ષણ

3.50 હીરાસર એરપોર્ટ થી રાજકોટ એરપોર્ટ રવાના

4.10 કલાકે રાજકોટ એરપોર્ટ પર PM આગમન

4.20 રાજકોટ રેશકોર્ષ સભા સ્થળ ખાતે આગમન

4.30રાજકોટ મનપા અને રાજકોટ જિલ્લા વિકાસ કર્યો લોકાર્પણ
જંગી જાહેરસભા સંભોધન

5.45 કલાકે રાજકોટ એરપોર્ટ થી ગાંધીનગર જવા રવાના થશે

 

વડાપ્રધાન કાર્યાલયે એરપોર્ટ વિશે આ વાત કહી

વડાપ્રધાન ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ સાથે સમગ્ર દેશમાં એર કનેક્ટિવિટી સુધારવાના પીએમના વિઝનને વેગ મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કુલ 2500 એકરથી વધુ જમીન પર કરવામાં આવ્યો છે. તેમાં 1400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. નવા એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓ છે.

આ પણ  વાંચો-AHMEDABAD ACCIDENT : JAGUAR બાદ હવે BMW કારનો અકસ્માત, VIDEO