Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UAE બાદ PM મોદી Qatar પહોંચ્યા, રાજધાની દોહામાં અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે કરી ચર્ચા…

08:40 AM Feb 15, 2024 | Dhruv Parmar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE ની બે દિવસની મુલાકાત બાદ બુધવારે મોડી સાંજે Qatar પહોંચ્યા. તેમણે રાજધાની દોહામાં Qatarના વડાપ્રધાન સાથેની બેઠકમાં ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. તેઓ બુધવારે સાંજે અબુ ધાબીમાં એક હિંદુ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યા બાદ UAE થી Qatar પહોંચ્યા હતા. તાજેતરમાં Qatarમાં મૃત્યુદંડની સજા માફ કરવાના સમાચાર અને 8 ભારતીયો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા બાદ પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ ભારતીયોની વાપસી માટે સતત પ્રયાસો કર્યા હતા.

વડાપ્રધાન બન્યા બાદ મોદીની આ બીજી Qatar મુલાકાત છે…

પીએમ મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત Qatarની મુલાકાતે છે. અગાઉ તેઓ 2016 માં Qatar ગયા હતા. Qatarના અમીર સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, વડા પ્રધાન અલ થાની સાથેની વાતચીત ઉત્તમ રહી. અમે ભારત અને Qatar વચ્ચે મિત્રતાને વધુ મજબૂત કરવા ચર્ચા કરી. આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પીએમ મોદીએ Qatarના વડાપ્રધાન સાથે ખૂબ જ સફળ વાતચીત કરી હતી.

બેઠકમાં વ્યાપાર, રોકાણ અને નાણાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી…

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પીએમ મોદીએ રાજધાની દોહામાં Qatar ના વડાપ્રધાન અને નાણાં મંત્રી અલ થાની સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં વેપાર અને રોકાણ, ઉર્જા, નાણા જેવા મુદ્દા સામેલ હતા. આ પહેલા દોહા પહોંચેલા પીએમ મોદીનું એરપોર્ટ પર Qatarના વિદેશ મંત્રી સુલતાન બિન સાદ અલ મુરૈખીએ સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીના સન્માનમાં ડિનર

તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ Qatar ના વડા પ્રધાન દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી. ગુરુવારે તેઓ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળશે અને તેમની સાથે વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આ પણ વાંચો : Abu dhabi BAPS Event: Abu dhabi માં નિર્માણ પામેલા BAPS મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંબોધન આપ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ