+

SCO સંમેલનમાં મળશે પીએમ મોદી અને પુતિન, રશિયા-યુક્રેન યુદ્ધ પછી પ્રથમવાર રૂબરુ મુલાકાત

15 અને 16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સંમેલન  શરૂ થવા જઇ રહ્યું છે. ભારત પણ SCOનો સભ્ય દેશ હોવાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થશે. સાથે જ વડાપ્રધાનશ્રી મોદી  ઉઝબેક રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કર
15 અને 16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સંમેલન  શરૂ થવા જઇ રહ્યું છે. ભારત પણ SCOનો સભ્ય દેશ હોવાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થશે. સાથે જ વડાપ્રધાનશ્રી મોદી  ઉઝબેક રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે કે કેમ તે અંગે અસમજંસ યથાવત છે. જો કે જે રીતે છેલ્લા થોડા સમયથી ચીને એલએસી પરથી સૈન્ય પાછુ ખેંચીને ભારત સાથે સુલેહભર્યું વલણ અપનાવ્યું છે તે જોતા જિનિપિંગ અને વડાપ્રધાન મોદીની મુલાકાત જો થશે તો તે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મળશે.સમગ્ર એસસીઓ સંમેલન પર અમેરિકા બાજ નજર રાખીને બેઠું છે. કારણ કે રશિયા અને ચીન બન્ને દેશો સાથેના તેના સંબંધો તણાવપૂર્ણ છે.
વડાપ્રધાનશ્રી મોદી અને પૂતિન બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અને ખાદ્ય સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ SCO સમિટમાં ભાગ લેશે. જો કે પીએમ મોદી આ બંને નેતાઓ સાથે વાતચીત કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.સમાચાર એજન્સીએ ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે પીએમ મોદીની બે દ્વિપક્ષીય બેઠકો નિર્ધારિત છે. પ્રથમ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે અને બીજી યજમાન ઉઝબેક રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે. બંને બેઠક SCO સમિટથી અલગ હશે. 
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું હતું અને તે અત્યાર સુધી ચાલુ છે. બંને પક્ષે ઘણું નુકસાન થયું છે.પ્રારંભિક બઢત પછી રશિયન દળોને યૂક્રેનના ઉત્તરી ભાગમાં ભારે નુકસાન બાદ પીછેહઠ કરવી પડી છે.બીજી તરફ આ યુદ્ધને કારણે ખાદ્ય સંકટ વધુ ઘેરુ બન્યું છે. પીએમ મોદી અને ઉઝબેક રાષ્ટ્રપતિ પુતિન સાથે મળીને યુક્રેનના મુદ્દે કેટલીક નક્કર પહેલ કરી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને પુતિન વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી અનેક વખત ફોન પર વાતચીત થઈ છે. યુદ્ધ શરૂ થયા પછી બંને પહેલીવાર સામસામે બેસશે.
Whatsapp share
facebook twitter