Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM In Lakshadweep: PM મોદી 2 અને 3 જાન્યુઆરીના રોજ લક્ષદ્વીપના પ્રવાસે

08:42 PM Jan 02, 2024 | Aviraj Bagda

PM In Lakshadweep: PM નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુ. 2024 ના રોજ લક્ષદ્વીપ ટાપુઓની (PM In Lakshadweep) બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાતના ભાગરૂપે PM 2જી જાન્યુ. 2023 ના રોજ અગાટી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને લક્ષદ્વીપ વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ઓલ ગર્લ્સ સ્કૂલ બેન્ડ ટીમ દ્વારા PM નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

લક્ષદ્વીપના તમામ ટાપુઓમાં Port Infrastructure સુવિધાઓ

ત્યાર બાદ PM એ વિશાળ જનસભામાં સંબોધન આપ્યું હતું. તેમાં PM મોદીએ જણાવ્યું હતું કે લક્ષદ્વીપના લોકો સાથે 2024 ના નવા વર્ષની શરૂઆત કરવામાં આવી છે. તેની વડાપ્રધાને અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લક્ષદ્વીપની સુંદરતા, ભવ્યતા અને સંભવિતતાની સમગ્ર વિશ્વ કેવી રીતે પ્રશંસા કરે છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે લક્ષદ્વીપના તમામ ટાપુઓમાં Port Infrastructure સુવિધાઓ વિકસાવવાના ભારત સરકારના સંકલ્પ પર ભાર મૂક્યો હતો.

ડિજિટલ માળખાઓને પ્રોત્સાહન મળશે

તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, Infrastructure અને સસ્ટેનેબલ એનર્જીના ક્ષેત્રો સહિત લક્ષદ્વીપના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. PM એ ટાપુઓમાં કૃષિ, મત્સ્યઉદ્યોગ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે કેવી રીતે કોચી – લક્ષદ્વીપ ટાપુઓ Submarine optical fiber connections ટાપુઓમાં ઝડપી અને ભરોસાપાત્ર ઈન્ટરનેટ સુનિશ્ચિત કરશે. તેનાથી ટેલિમેડિસિન, ઈ ગવર્નન્સ, ઈ-લર્નિંગ અને ડિજિટલ બેંકિંગ જેવી ડિજિટલ માળખાઓને પ્રોત્સાહન મળશે.

અગાટીમાં જાહેર સભાના સમાપન બાદ PM એ બંગારામ ટાપુની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત PM મોદી 3જી જાન્યુ. 2024 ના રોજ કાવારત્તી ટાપુમાં એક જાહેર સભામાં હાજરી આપશે. જ્યાં તેઓ આશરે રૂ. 1200 કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.

આ પણ વાંચો: CAA : સામાન્ય ચૂંટણી પહેલા ભાજપનો બીજો માસ્ટર સ્ટ્રોક, રામ મંદિર પછી CAA લાગુ કરવાની તૈયારી