+

PM Benjamin Netanyahu: ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ Al Jazeera પર લગાવી રોક અને ગણાવી આતંકવાદી ચેનલ

PM Benjamin Netanyahu: ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને છ માસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ બંને દેશમાં યુદ્ધને અંત આપવાને લઈ કોઈ ચોક્કસ…

PM Benjamin Netanyahu: ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને છ માસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ બંને દેશમાં યુદ્ધને અંત આપવાને લઈ કોઈ ચોક્કસ પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી. ત્યારે બંને દેશ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને લઈ ઈઝરાયેલ (Israel) ના પ્રધાનમંત્રી (Benjamin Netanyahu) એ એક વિવાદાસ્પદ નિવેદન જાહેર કર્યું છે.

  • ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ અલ-જઝીરા પર રોક લગાવી
  • હમાસે કરેલા હુમલામાં અલ-જઝીરા પણ સક્રિય રીતે જોડાયેલ
  • સંસદમાં અલ-જઝીરાને લઈ કાયદો પસાર કરાયો

ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) ના યુદ્ધને લઈ ઈઝરાયેલ (Israel) ના પ્રધાનમંત્રી (Benjamin Netanyahu) એ Al Jazeera મીડિયા પ્રસારણને ટાંકીને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ ઈઝરાયલ-હમાસના યુદ્ધને લઈ પ્રસારણ કરવા પર Al Jazeera પર રોક લગાવી છે. તે ઉપરાંત ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ Al Jazeera મીડિયાને આતંકવાદી ચેનલ પણ ગણાવી છે.

હમાસે કરેલા હુમલામાં અલ-જઝીરા પણ સક્રિય રીતે જોડાયેલ

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે Al Jazeera એ ઈઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું છે. 7 ઓક્ટોબરના હત્યાકાંડમાં સક્રિયપણે ભાગ લીધો હતો. હવે તેને આપણા દેશમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે. આતંકવાદી ચેનલ Al Jazeera ને ઈઝરાયેલ વિશે માહિતી પ્રસારણ પર રોક લગાવું છું. હું ચેનલની પ્રવૃત્તિને રોકવા માટે કાયદા મુજબ પગલા લેવા માટે સંચાક મંત્રી શ્લોમો કરાઈ દ્વારા જાહેર કરાયેલા નિર્ણયને સ્વીકારુ છું.

સંસદમાં અલ-જઝીરાને લઈ કાયદો પસાર કરાયો

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ કહ્યું છે કે તેઓ ન્યૂઝ ચેનલ Al Jazeera ના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી રહ્યાં છે. આ અંગે ઈઝરાયેલની સંસદમાં એક ખાસ કાયદો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે ઈઝરાયેલનના પ્રધાનમંત્રી (Benjamin Netanyahu) એ આતંકવાદી ચેનલ Al Jazeera પર રોક લગાવવાનો વાયદો આપ્યો હતો. ઈઝરાયેલના કહ્યા પ્રમાણે જ્યારે 7 ઑક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તેના પાયામાં Al Jazeera હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: Earthquake : ભૂકંપના જોરદાર આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા…

આ પણ વાંચો: Indian Economy: ભારતના વિકાસ પર વિશ્વ બેંકની મહોર, ભારતીય અર્થવ્યવસ્થાના કર્યા ભરપૂર વખાણ

આ પણ વાંચો: Bangladesh : તમારી પત્નીની સાડી કેમ સળગાવતા નથી ? શેખ હસીનાનો કટાક્ષ

Whatsapp share
facebook twitter