Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bihar: લોકસભા ચૂંટણીમાં વિક્ષેપનું હતું આયોજન, પોલીસે 8774 સિમકાર્ડ સાથે ત્રણને દબોચ્યા

06:35 PM Apr 07, 2024 | VIMAL PRAJAPATI

Bihar: લોકસભાની ચૂંટણીમાં ઘણા લોકો વિક્ષેપ પાડવાની તૈયારી કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, બિહારના ગોપાલગંજમાં લોકસભા ચૂંટણી પહેલા 8 હજાર 774 જેટલા સિમકાર્ડ સાથે ત્રણ લોકો ઝડપાયા છે.  તેની સાથે સાથે નેપાળી કરન્સી મળી આવતા સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી વિગતો પ્રમાણ ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) અને Bihar ATS આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અને તપાસ એજન્સીઓને આશંકા છે કે સિમ કાર્ડનો આ મોટો જથ્થો લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિ સર્જવાનું ષડયંત્ર હોઈ શકે છે.

સિમકાર્ડ સાથે ત્રણ આરોપીઓની પણ કરાઈ ધરપકડ

પોલીસ તપાસમાં મળતી જાણકારી પ્રમાણે દિલ્હીથી ફ્લાઈટ્સમાં આ સિમકાર્ડ ગોરખપુર એરપોર્ટ પર લાવવામાં આવ્યાં હતાં. તેમને જણાવી દઈએ કે, નેપાળથી આવેલા પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ત્રણ યુવકોને એરપોર્ટ પર જ સિમકાર્ડ મળ્યા હતા. સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી કાર્યરત હતું. તેથી સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આની પાછળ દુશ્મન દેશ ચીન પણ હોઈ શકે છે.

આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો

પોલીસે ઝડપેલા ત્રણ યુવકો પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી છે તેવી વિગતો સામે આવી છે. આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહીં છે, કારણ કે પોલીસેને શંકા છે કે આ લોકો બાંગ્લાદેશી છે. પોલીસે અધિકારીએ જણાવ્યું કે, આ બાબતે વધુ તપાસ કરવા માટે તપાસ એજન્સીઓની મદદ લેવાઈ રહીં છે. તમને જણાવી દઈએ કે 5 એપ્રિલે ગોપાલગંજના કુચાયકોટ પોલીસ સ્ટેશનની પોલીસે યુપી-બિહારના બલથારી ચેકપોસ્ટ પર એક કારમાંથી 8 હજાર 774 સિમ કાર્ડ અને 18 હજાર નેપાળી ચલણ જપ્ત કર્યું હતું. પકડાયેલા યુવકે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો.

કેટલાક કાર્ડ ચાલું છે તો કેટલાક કાર્ડ સાદા

નોંધનીય છે કે, Bihar પોલીસે આ બાબતે તપાસ પણ કરી છે. તો તેમાં એવી વિગતો સામે આવી કે, આમાંથી કેટલાક કાર્ડ ચાલું છે અને કેટલાક કાર્ડ સાદા છે. આ સાથે મોબાઈન ફોન દ્વારા લાખો રૂપિયાના વ્યવાહારો થયા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે આટલા બધા સિમ કાર્ડ લઈને લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલી ઉભી કરવાનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે. નેપાળના કાઠમંડુથી નેટવર્કનું સંચાલન કોણ કરે છે? સુરક્ષા એજન્સીઓ અને ગોપાલગંજ પોલીસ આ તમામ મુદ્દાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Kasaragod Lok Sabha Election: આ બેઠકના ઉમેદવારોએ મત માટે શીખવી પડે છે 5 ભાષાઓ, જાણો શું છે હકીકત?

આ પણ વાંચો: Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે