Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકામાં ગીતા રબારીએ મચાવી ધૂમ, અમેરિકનોએ કર્યો ‘ડોલરિયો વરસાદ’

05:55 PM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાતી કલાકારો માત્ર ગુજરાત કે ભારતમાં જ પ્રખ્યાત હોય
એવું નથી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગુજરાતની કલાકારોની બોલબાલા છે. કિર્તીદાન હોય
કે માયાભાય હોય કે પછી ગીતા રબારી હોય. ગુજરાતના મોટાભાગના કલાકારો ભારતની બહાર
અનેક દેશોમાં પોતાના શો અને ડાયરા કરી ચૂક્યા છે. હાલમાં ગીતા રબારીના કેટલાક ફોટો
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો અમેરિકામાં યોજાયેલા તેના લોકડાયરાનો
છે.
પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીના
અમેરિકામાં યોજાયેલા લોકડાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તેમણે યુક્રેનની મદદ
માટે અમેરિકામાં લોકડાયરાનો કાર્યક્રમ કર્યો
, જેમાં તેમના પર લાખો ડોલરનો વરસાદ થયો હતો.
જે રીતે ગુજરાતમાં અને દેશમાં ગુજરાતી લોકકલાકારોના ડાયરામાં રુપિયાની નોટનો વરસાદ
થાય છે તેવું જ કંઈક અમેરિકામાં પણ બન્યું અને ડોલરનો જાણે વરસાદ થયો હોય તેમ
સ્ટેજ પર જ્યાં જૂઓ ત્યાં ડોલરના ઢગલા જોવા મળતા હતા.


તમને જણાવી દઈએ કે યુક્રેન પર ચાલી રહેલા રશિયન આક્રમણ વચ્ચે
દુનિયાભરના લોકો યુક્રેનની મદદ માટે ફંડ એકત્ર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે
ગુજરાતના જાણિતા લોકકલાકાર ગીતા રબારીએ અમેરિકામાં ડાયરો કર્યો ત્યારે મોટી
સંખ્યામાં
NRI લોકોએ તેમના પર ડોલરનો વરસાદ કર્યો હતો. આનાથી અંદાજે ત્રણ લાખ
ડોલર એટલે કે રુપિયા
2.28 કરોડ એકત્ર થયા, જે યુક્રેનને દાનમાં આપવામાં આવશે.


મળતી માહિતી મુજબ લોક કલાકારનો ડાયરો શનિવારે અમેરિકાના
જ્યોર્જિયાના એટલાન્ટા શહેરમાં યોજાયો હતો. જેમાં ગીતા રબારીએ તેમના સાથી કલાકાર
માયાભાઈ આહીર અને સન્ની જાદવ સાથે ભારતીય અને ગુજરાતી સંગીતના તાલે રમઝટ બોલાવી
હતી. ગીતા રબારીએ પોતે આ ડાયરાની તસવીરો અને વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ
હેન્ડલથી શેર કર્યા છે
, જે હવે વાયરલ થઈ ગયા છે.



ગીતા રબારી છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના પ્રવાસે છે. એક
અઠવાડિયા પહેલા તેણે ટેક્સાસમાં લાઈવ લોકડાયારાનો કાર્યક્રમ પણ કર્યો હતો. આ સિવાય
રવિવારે તેણે લુઈસવિલે શહેરમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે
આ લોકડાયરાનું આયોજન
સુરત લેવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું
, જેના દ્વારા 3 લાખ ડોલર (લગભગ 2.25 કરોડ
રૂપિયા)નું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે.




ગીતા રબારીને ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. જ્યાં તેણે 28 માર્ચે અમેરિકામાં
પોતાના લોકડાયરાની તસવીરો શેર કરી હતી. તેની આ પોસ્ટને અત્યાર સુધીમાં
27 હજારથી વધુ લાઈક્સ
મળી ચૂક્યા છે. તેમજ સેંકડો યુઝર્સ અને ફોલોઅર્સે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો
છે. યુઝર્સ લોકકલાકાર ગીતાના ઉમદા કામની પ્રશંસા કરી રહ્યા છે. તેમજ તેમના
વીડિયોને યુટ્યુબ પર પણ લાખો વ્યૂઝ મળ્યા છે.