Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જીટીયુમાં ઈજનેરીમાંPhd.ના ઉમેદવારો18 ફેબ્રુઆરી સુધી કરી શકશે અરજી

10:46 AM Apr 21, 2023 | Vipul Pandya

જો તમે એન્જીનયરીંગ ક્ષેત્રે ડૉક્ટરેટની ડીગ્રી મેળવવા માંગતા હોય તો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી  આવા  ઉમેદવારો માટે આ સારી તક છે.ઈજનેરી શાખામાં Phd.કરવા માંગતા ઉમેદવારો પાસેથી GTUએ અરજી મંગાવવામાં આવી  છે. જે અંતર્ગત જીટીયુ તરફથી MEKS M.tech થયેલા GETઆપી હોય તેવા ઉમેદવારો 18 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે. 
સર્કયુલર જીટીયુની વેબસાઈટ પરથી જોઇ શકાશે
કોઈ પણ યુનિવર્સીટી કે શૈક્ષણિક સંસ્થામાંથી ME,M.TECHથયેલા કે છેલ્લા 5 વર્ષમાં GETની પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો ઈજનેરીની વિવિધ 20થી વધુ બ્રાન્ચમાં પીએચડી કરવા માટે અરજી કરી શકશે. આ અંગેનો સર્કયુલર જીટીયુની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. પી.એચ.ડી. માટે અરજી કરનાર લાયકાત ધરાવનારા ઉમેદવારોમાંથી ફાઈનલ ઉમેદવારોની પસંદગી કરાશે.જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ બે વર્ષ માટે વાર્ષિક 38,400નું અને ત્રીજા વર્ષે  44,400નું સ્ટાઈપેન્ડ અપાશે.