Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કપાસનો પાક નિષ્ફળ જતાં બોટાદ જિલ્લાના પાળીયાદ સહિતના ગામોના ખેડૂતોને વળતરની માંગને લઇ કલેક્ટરને આવેદન

04:13 PM Oct 03, 2023 | Vishal Dave
અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ 
બોટાદ તાલુકાના પાળીયાદ સહિતઆજુબાજુના ગામોમાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા કપાસનો પાક નિષ્ફળ ગયો છે જેથી તાલુકા ભાજપના મહામંત્રી સહિત ખેડૂતોએ બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલીક સહાય આપવા માંગ કરી છે.
તાત્કાલિક સર્વે કરી સહાય આપવા માંગ
સમગ્ર બોટાદ જિલ્લામાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોનો કપાસનો પાક સુકાઇ ગયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી ખેડુતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો દ્રારા માંગ ઉઠવા પામી છે.

કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર આપ્યુ 
બોટાદ તાલુકાના પાળીયાદ, રતનપર, તરઘરા, છયૈડા, બોડી, પીપરડી, સહિતના ગામોમાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.અને ખેડુતો પાયમાલ થયા છે ત્યારે બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે બપોરના 12 કલાકે કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈને કલેકટરને આવેદનપત્રઆપ્યુ હતું, તેમજ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડુતોને સહાયઆપવામાં આવે તેવી માંગ કરી હતી