Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દસવી, રોકેટ બોયઝ અને પંચાયત 2નો વાગ્યો ડંકો, શ્રેષ્ઠ એક્ટર તરીકે અભિષેક બચ્ચન

08:25 PM Apr 22, 2023 | Vipul Pandya

ફિલ્મફેર OTT એવોર્ડની બે અત્યંત સફળ ઈવેન્ટ્સ પછી, આ વર્ષે મુંબઈમાં OTT એવોર્ડ 2022ની જાહેરાત પણ થઈ રહી છે. 2022 ફિલ્મફેર OTT એવોર્ડ વિજેતાઓ જેમણે તેમના કામથી લોકોને મોહિત કર્યા છે. દસવીને OTTની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે અભિષેક બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સાથે અનિલ કપૂરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર વેબ ઓરિજિનલ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. અનિલ કપૂરને ફિલ્મ થાર માટે આ એવોર્ડ મળ્યો છે. ફિલ્મફેર OTT એવોર્ડ શોમાં રવિના ટંડન, દિયા મિર્ઝા, જેકી શ્રોફ, ઝરીન ખાન, રશ્મિ દેસાઈ, નીના કુલકર્ણી, નવાઝુદ્દીન સિદ્દીકી, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર, ગૌહર ખાન, અનિલ કપૂર, જાવેદ જાફરી વગેરેએ ભાગ લીધો હતો.
નીના ગુપ્તા અને જિતેન્દ્ર કુમારને એવોર્ડ મળ્યો
સૌથી વધુ લોકપ્રિય OTT શ્રેણીઓમાંની એક, પંચાયત સિઝન 2 એ પણ OTT ફિલ્મફેર એવોર્ડ્સમાં ધૂમ મચાવી હતી. નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર અને રઘુવીર યાદવને પંચાયત સીઝન 2 માટે એવોર્ડ મળ્યો છે. રઘુવીર યાદવને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, જ્યારે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ ફીમેલ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. સાથે જ બેસ્ટ એક્ટર ક્રિટિક્સ મેલનો એવોર્ડ જીતેન્દ્ર કુમારને આપવામાં આવ્યો છે.
રોકેટ બોયઝ બેસ્ટ OTT સિરીઝ
Sony LIVના રોકેટ બોયઝે ઘણા ટેકનિકલ એવોર્ડ જીત્યા છે. રોકેટ બોયઝે છ એવોર્ડ જીત્યા છે. જેમાં બેસ્ટ ઓરિજિનલ, સ્ક્રીનપ્લે સિરીઝ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન સિરીઝ, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, બેસ્ટ સિનેમેટોગ્રાફર અને બેસ્ટ વીએફએક્સના એવોર્ડ તેના નામે કર્યા છે. રોકેટ બોયઝને વર્ષ 2022ની શ્રેષ્ઠ OTT સિરીઝ તરીકે પસંદ કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.