Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકોને આજે રોજગાર માટે મળી શકે છે ઉત્તમ તકો

07:11 AM May 25, 2024 | Hardik Shah

આજનું પંચાંગ:

તારીખ: 25 મે 2024, શનિવાર
તિથિ: વૈશાખ વદ બીજ
નક્ષત્ર: જ્યેષ્ઠા
યોગ: સિદ્ધ
કરણ: તૈતિલ
રાશિ: વૃશ્ચિક (ન,ય)

સૂર્યોદય: સવારે 06:00
સૂર્યાસ્ત: સાંજે 07:10

દિન વિશેષ:

રાહુ કાળ: 09:16 થી 10:57 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:44 સુધી

મેષ (અ,લ,ઈ)

કામકાજમાં સરળતા રહે
ફસાયેલા રૂપિયા પરત મળતા સંતોષ અનુભવાય
કાર્યસ્થળે મિત્રને મદદ કરવાથી સન્માન વધે
આજે ખરીદદારી થાય, બજેટનું ધ્યાન રાખવું
ઉપાય: શનિદેવના દર્શન કરી સરસવના તેલનો દીવો કરવો
શુભરંગ: મરૂન
શુભ મંત્ર: ૐ અંગારકાય નમઃ।।

વૃષભ (બ,વ,ઉ)

હિતશત્રુઓ થી સાવધાન રહેવું
આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું
માતા સાથે વૈચારિક મતભેદની સંભાવના
શુભ સમારોહમાં ભાગ લેવાના યોગ
ઉપાય: શમીના વૃક્ષને જળ અર્પણ કરો, ચોખાનું દાન કરો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ હં હનુમતે નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

મહત્વનું કામ શરૂ થાય, ભવિષ્યમાં મળશે સફળતા
ભાઈઓના સહયોગથી અટકેલા કાર્યો પૂર્ણ થાય
નોકરીમાં પદ અને પ્રભાવ વધે
રિયલ એસ્ટેટમાં રોકાણ માટે સારો દિવસ
ઉપાય: ગાયને ઘાસ ખવડાવો, વહેતા પાણીમાં કાળા અડદને તરતા રાખો
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ કપિંદ્રાય નમઃ ।।

કર્ક (ડ,હ)

મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાશે
ભાઈ-બહેનના લગ્ન માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે
રોજગારની શોધમાં હોવ તો ઉત્તમ તકો મળશે
નોકરીમાં વધુ સારી ઓફર મળી શકે છે
ઉપાય: હનુમાનજીની પૂજા કરો, સુંદરકાંડનો પાઠ કરો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ હરિમર્કટાય નમઃ ||

સિંહ (મ,ટ)

સંબંધ પ્રેમ અને સહયોગથી ભરપૂર રહેશે
સમાજકલ્યાણના કામના સારા પરિણામ મળે
સાંજ આધ્યાત્મિકતામાં પસાર થાય, ધાર્મિક કાર્યોમાં રસ રહે
વૈવાહિક જીવનનો લાંબા સમયનો તણાવ સમાપ્ત થાય
ઉપાય: શનિ મંદિરમાં છાયાનું દાન કરો
શુભરંગ: વાદળી
શુભમંત્ર : ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હુમ ફટ્।।

કન્યા (પ,ઠ,ણ)

સહકર્મીઓની મદદથી પ્રોજેક્ટ પૂરો થાય
વડીલના હસ્તક્ષેપથી પારિવારિક વિવાદો ઉકેલાય
માતા-પિતા સાથે બહાર ફરવા જવાની યોજના બને
પરિવાર સાથે દેવ દર્શનના યોગ
ઉપાય: તુલસીજીને નિયમિત જળ ચઢાવી દીવો પ્રગટાવો.
શુભરંગ: મોરપિંછ
શુભમંત્ર: ૐ પવનતનયાય નમઃ ।।

તુલા (ર,ત)

બિઝનેસ પાર્ટનર, સંબંધોથી ફાયદો થાય
પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉધાર આપવું નહીં, પાછા મળવાની શક્યતા ઓછી
સાંજે ઘરે મહેમાનનું આગમન થઈ શકે
ઉપાય: કાળા કૂતરાને રોટલી આપો, અડદની દાળની ખીચડીનું દાન કરો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ રામદૂતાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

શારીરિક, માનસિક રીતે પરેશાન થઈ શકો
નોકરીમાં સહકર્મીઓ સમસ્યાઓ ઉભી કરી શકે
વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થાય
સાસરી પક્ષ તરફથી આર્થિક લાભની સંભાવના
ઉપાય: શનિદેવને સરસવનું તેલ અને તલ અર્પણ કરો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ નમઃ શિવાય ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

​​સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું
ભવિષ્ય માટે બચત કરવી યોગ્ય
સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો યોગ
રોજગાર માટે ઉત્તમ તકો મળી શકે
ઉપાય: હનુમાનજીને સિંદૂર અને બુંદી ચઢાવો
શુભરંગ: ઘાટો પીળો
શુભમંત્ર: ૐ ભક્ત પ્રિયાય નમઃ ।।

મકર (ખ,જ)

કારકીર્દિમાં કેટલાક શુભ સમાચાર મળે
વિદેશથી ચાલતા વેપારમાં સારા સમાચારની સંભાવના
બાળકના સારા કામથી આનંદ અનુભવાય
સાસરી પક્ષમાં વિવાદ થઈ શકે, સંબંધોમાં તિરાડ આવી શકે
ઉપાય: હનુમાનજીની સાથે શનિદેવની પણ પૂજા કરો
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ શૂલહસ્તાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

દિલની વાત સાંભળીને કામ કરશો તો સફળતા મળશે
મન પ્રસન્ન રહે, બિઝનેસ માટે નિર્ણયો લેવાય
ભાગીદારીમાં સાવચેત રહેવું
તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ
ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો, ચમેલીના તેલના 5 દીવા પ્રગટાવો
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ રાં રામાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

ખૂબ જ સમજદારી સાથે આગળ વધવું
પેન્ડિંગ કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહો
રોજગાર સંબંધિત સારા સમાચાર મળી શકે
લાંબા સમય પછી જૂના મિત્ર સાથે મુલાકાતના યોગ
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીરામાય નમઃ ||

આ પણ વાંચો – આ રાશિના જાતકોને આજે કોઈ મોટી સફળતા મળે તેવા સંકેત