Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paytm Crisis: Paytm ના સંકટ સમયે દેશની આ બેંકે દાખવ્યો રસ

08:29 AM Feb 13, 2024 | Hiren Dave

Paytm Crisis :  Paytm પર જોવા મળતા સંકટ વચ્ચે હવે પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેંક એક્સિસ બેંકે ફિનટેક ફર્મની સાથે કામ કરવામાં રસ દાખવ્યો છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ભારતીય રિઝર્વ બેંક તેમણે એવું કરવાની મંજૂરી આપશે તો તેઓ Paytmની સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. RBIએ Paytmની બેંકિંગ યૂનિટ Paytm પેમેન્ટ બેંકની સેવાઓ 29 ફેબ્રુઆરીથી બંધ કરવાના આદેશ આપ્યા છે.

 

Axis Bank Paytm સાથે કામ કરવા તૈયાર
Paytmમાં મોટા ભાગે લેવડ-દેવડ અને લગભગ 75 ટકા ગ્રૉસ મર્ચેન્ડાઈઝ વેલ્યૂ તેની લોકપ્રિય એપ પર UPIનો યૂઝ કરનારા યૂઝર્સ થકી થાય છે. તેની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ UPI એપ તરીકે Paytm બ્રાન્ડનું સંચાલન કરે છે અને તેમનો હજુ સુધી કોઈ પણ બીજી કૉમર્શિયલ બેંકની સાથે સંબંધ નથી. બિઝનેસ ટુડેના એક રિપોર્ટ મુજબ, કથિત રીતે એક કાર્યક્રમ દરમિયાન એક્સિસ બેંકના MD અને CEO અમિતાભ ચૌધરીએ Paytmની સાથે કામ કરવામાં રસ દાખવ્યો છે.

એક્સિસ બેંકના સીઈઓએ આ વાત કરી
અમિતાભ ચૌધરીએ કહ્યું કે- RBI અમને Paytmની સાથે કામ કરવાની મંજૂરી આપશે તો નિશ્ચિત રુપે અમે તેમની સાથે કામ કરીશું કેમકે તેઓ આ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ પ્લેયર છે. આ વચ્ચે એક્સિસ બેંકના ગ્રૂપ એક્ઝીક્યૂટિવ, એફ્લુએન્ટ બેંકિંગ, એનઆરઆઈ, કાર્ડસ એન્ડ પેમેન્ટ્સ અર્જુન ચૌધરીનું કહેવું છે કે- જ્યારે 31 જાન્યુઆરીએ રિઝર્વ બેંકે Paytm પર કાર્યવાહી કરી હતી ત્યારથી જ બેંક Paytmની સાથે બિઝનેસ પર ચર્ચા કરે છે.

Paytm પેમેન્ટ બેંક પર કાર્યવાહી
કેન્દ્રીય બેંક RBIએ 31 જાન્યુઆરીએ Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંકની સેવાઓ પર 29 ફેબ્રુઆરીથી બેન લગાડવાનો આદેશ આપ્યો હતો. રિઝર્વ બેંકે ગેર-અનુપાલન અને સુપરવાઈઝરી ચિંતાઓ પર Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ નિયામક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમણે બેંકમાંથી કસ્ટમર એકાઉન્ટ, વૉલેટ, FASTags, NCMC કાર્ડમાં ડિપોઝિટ, ટ્રાંઝેક્શન, પ્રીપેડ અને ટોપ અપને રોકવાનું કહ્યું છે. આ સાથે જ 29 ફેબ્રુઆરી, 2024 બાદથી કોઈ પણ નવો ગ્રાહક બનાવવા પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે તે બાદ Paytmના CEO વિજય શેખર શર્માએ એક ટાઉનહોલ દરમિયાન મામલાનો ઉકેલ ટૂંક સમયમાં જ આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

 

આ  પણ  વાંચો  – UPI ની વિશ્વભરમાં બોલબાલા! ફ્રાન્સ બાદ શ્રીલંકા અને મોરેશિયસમાં પણ શરૂ કરાઈ સેવા