Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભ્રામક જાહેરાતો મુદ્દે પતંજલિની વધી મુશ્કેલી, બાબા રામદેવને હાજર થવા સુપ્રીમ કોર્ટની નોટિસ

01:19 PM Mar 19, 2024 | Hardik Shah

સુપ્રીમ કોર્ટે (Supreme Court) આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurveda) ની ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ (Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણને (Acharya Balakrishna) નોટિસ જારી કરી છે. તેમને બે અઠવાડિયા પછી કોર્ટ (Supreme Court) માં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રામદેવને પૂછ્યું છે કે તેમની સામે અવમાનનાની કાર્યવાહી (Contempt Action) શા માટે ન કરવી જોઈએ? કોર્ટે કહ્યું કે આ બંનેએ પ્રથમ નજરે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.

અવમાનના બદલ સુપ્રીમ કોર્ટની લાલ આંખ

જણાવી દઇએ કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટ (Supreme Court માં અરજી દાખલ કરીને કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા કરી રહી છે અને ગેરમાર્ગે દોરનારી છે. સુનાવણી દરમિયાન કોર્ટે રામદેવના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે, તમે હજુ સુધી જવાબ કેમ દાખલ કર્યો નથી? હવે અમે તમારા અસીલને કોર્ટમાં હાજર થવા માટે કહીશું. અમે રામદેવને પણ પક્ષકાર બનાવીશું. રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને કોર્ટમાં હાજર રહેવું પડશે. છેલ્લી સુનાવણીમાં, સર્વોચ્ચ અદાલતે પતંજલિ આયુર્વેદ અને તેના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને નોટિસ જારી કરી હતી, અને તેમના ઉત્પાદનોની જાહેરાત અને તેમની ઔષધીય અસરકારકતા અંગે કોર્ટમાં આપેલા કંપનીના સોગંદનામાનું પ્રથમ દૃષ્ટિએ ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અવમાનનાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે (Supreme Court કેન્દ્રને નિર્દેશ આપ્યા હત કે, તે એ જાહેરાત પર પતંજલિની વિરુદ્ધ લેવાયેલા પગલાં અંગે કોર્ટને સ્પષ્ટીકરણ આપે, જેમા ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, અસ્થમા, ગ્લુકોમા અને સંધિવા વગેરે જેવા રોગોથી “કાયમી રાહત, ઇલાજ અને નાબૂદી” નો દાવો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમના આદેશને ઘોળીને પી ગઈ પતંજલિ!

આ વર્ષે ફેબ્રુઆરીમાં સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે (Supreme Court) પતંજલિ આયુર્વેદને આગામી આદેશો સુધી રોગોની સારવાર માટે તેમના ઉત્પાદનોની જાહેરાત કરવા પર રોક લગાવી હતી, અને કહ્યું હતું કે “સમગ્ર દેશ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.” જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનુલ્લાહની બેન્ચે પતંજલિ આયુર્વેદ અને તેમના અધિકારીઓને સારવારની કોઈપણ પદ્ધતિ વિરુદ્ધ પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ નિવેદન આપવા સામે પણ ચેતવણી આપી હતી.

આ પણ વાંચો – બાબા રામદેવની SCની ટકોર પર નિવેદન, મેડિકલ માફિયાઓનો અમારી સામે પ્રોપગેન્ડા : રામદેવ

આ પણ વાંચો – જેટલા લોકો કોરોનામાં નથી મર્યા તેનાથી વધારે વેક્સિનેશ બાદ હાર્ટ એટેકથી મર્યાં : બાબા રામદેવ

આ પણ વાંચો – ચંદ્ર બાદ હવે બ્રહ્માંડના પ્રવાસે નીકળશે ભારત : યોગ ગુરુ બાબા રામદેવ