+

IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખિલાડી બન્યો PAT CUMMINS, SRH એ લગાવી 20.50 કરોડની બોલી

IPL 2024 ની હરાજી દુબઇ ખાતે યોજાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિન્નિન્ગ કપ્તાન પેટ કમિન્સ 2023 IPL ઇતિહાસના સૌથી મોંઘા ખિલાડી બન્યા છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ…

IPL 2024 ની હરાજી દુબઇ ખાતે યોજાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિન્નિન્ગ કપ્તાન પેટ કમિન્સ 2023 IPL ઇતિહાસના સૌથી મોંઘા ખિલાડી બન્યા છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલની આગામી સિઝન માર્ચ મહિનામાં રમવાની છે, જેમાં વધુ સમય બાકી નથી. જેના કારણે IPLની તમામ ફ્રેન્ચાઇઝીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

IPL 2024 ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કાવ્ય મારને ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન ખિલાડી અને કેપ્ટન પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, આ સાથે જ આ વર્લ્ડ કપ વિન્નિન્ગ કપ્તાન હવે IPL ના સૌથી મોંઘા પ્લેયર બની ગયા છે.

આ પણ વાંચો — Kolkata: ‘ક્રિકેટનું મક્કા’ કહેવાતા ઇડન ગાર્ડન્સમાંથી 21 વર્ષીય યુવકનો શવ મળ્યો, જાણો સમગ્ર મામલો

Whatsapp share
facebook twitter