+

100 વર્ષની વયે લીધો દોડમાં ભાગ, તોડ્યા તમામ રેકોર્ડ જુઓ વીડિયો

સામાન્ય રીતે તમે વૃદ્ધ લોકોને કહેતા સાંભળ્યા હશે કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે. નાચવું, ચાલવું, દોડવું અને ભણવુંએ આપણી વાત નથી. જ્યારે દુનિયામાં એવા લોકો છે જેઓ ઉંમરને લગતા તમામ ભ્રમને તોડી નાખે છે. અને  પ્રેરણાનો સ્ત્રોત વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે. જેમાં 100 વર્ષના એક વ્યક્તિ દોડની સ્પર્ધામાં હવા સાથે વાત કરતો જોવા મળે છે. વાà
સામાન્ય રીતે તમે વૃદ્ધ લોકોને કહેતા સાંભળ્યા હશે કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે. નાચવું, ચાલવું, દોડવું અને ભણવુંએ આપણી વાત નથી. જ્યારે દુનિયામાં એવા લોકો છે જેઓ ઉંમરને લગતા તમામ ભ્રમને તોડી નાખે છે. અને  પ્રેરણાનો સ્ત્રોત વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે. જેમાં 100 વર્ષના એક વ્યક્તિ દોડની સ્પર્ધામાં હવા સાથે વાત કરતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહેલા આ 100 વર્ષના રનરે ન માત્ર ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભાગ લીધો, પરંતુ આવી રેસમાં વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. આ 100 વર્ષીય લેસ્ટર રાઈટ અમેરિકાની સૌથી જૂની ટ્રેક એન્ડ ફિલ્ડ મીટ પેન રિલેમાં ભાગ લઈ રહ્ય હતા. આ દરમિયાન તેણે 100 મીટરનું અંતર માત્ર 26.34 સેકન્ડમાં પૂરું કર્યું હતું. આ સાથે જ તેણે 2015માં 26.99 સેકન્ડમાં રેસ પૂરી કરવાનો ડોનાલ્ડ પેલમેનનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
લેસ્ટર રાઈટે આ અંગે કહ્યું કે, ‘જો તમે રેસમાં દોડવા જઈ રહ્યા છો, તો હંમેશા પહેલા આવવાનો વિચાર કરો. મને ખબર નથી કે લોકો બીજા કે ત્રીજા આવવા માટે કેવી રીતે દોડે છે.  સોશિયલ મીડિયા પર લેસ્ટર રાઈટનો વાયરલ વીડિયો જોયા પછી, લોકો તેના વખાણ કરતા થાકતા નથી. ખરેખર, આ ઉંમરે આ પ્રકારનો ઉત્સાહ પ્રશંસનીય છે.
Whatsapp share
facebook twitter