+

Parshottam Rupala : રૂપાલા વિવાદમાં આજના સૌથી મોટા સમાચાર, વાંચો અહેવાલ

રૂપાલા વિવાદમાં આજના સૌથી મોટા સમાચાર ભાજપના કેટલાંક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું ભાજપ હાઇકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે સક્રિય ક્ષત્રિય નેતાઓ સાથે સામાજિક આગેવાન પણ દિલ્હી જઇ શકે ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા…
  • રૂપાલા વિવાદમાં આજના સૌથી મોટા સમાચાર
  • ભાજપના કેટલાંક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું
  • ભાજપ હાઇકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે સક્રિય
  • ક્ષત્રિય નેતાઓ સાથે સામાજિક આગેવાન પણ દિલ્હી જઇ શકે
  • ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા બાદ હવે દિલ્હીમાં મંથન

Parshottam Rupala News : લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ મતદારોના મત જીતવાના પ્રયાસમાં લાગી ચૂકી છે. તેવા સમયમાં ગુજરાતમાં રાજનીતિનો માહોલ ગરમાયો છે. તેમાં પણ સૌથી મોટો કોઈ મુદ્દો હાલ ચર્ચામાં હોય તો તે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચેનો છે. પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવું વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી અને ત્યાર બાદ રૂપાલાના સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતેથી તેમની ઉમેદવારી પાછી ખેંચવાની પણ માંગણી કરવામાં આવી હતી, હવે પરષોત્તમ રૂપાલાને લઈને એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે.

ભાજપના કેટલાંક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું

હાલ પરષોત્તમ રૂપાલાના વિવાદમાં મોટા BREAKING NEWS સામે આવી રહ્યા છે, જેના અનુસાર ભાજપના કેટલાંક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું મોકલવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર હાલ તેવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ક્ષત્રિય નેતાઓ સાથે સામાજિક આગેવાન પણ દિલ્હી જઇ શકે છે. ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા બાદ હવે દિલ્હીમાં પરષોત્તમ રૂપાલાના વિવાદ અંગે મંથન કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલા આજે સુરતના પ્રવાસે

Parshottam Rupala

Parshottam Rupala

આટલા વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે સુરતના પ્રવાસે છે. સવારે તેઓ મોટા વરાછાનાગોપિયન ગામે યોજાયેલ પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.  તેમણે અહી મા ઉમિયાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સભા હોલમાં હાજર લોકોને કહ્યું હતું કે, રાજકોટ લોકસભાના અહીં વસતા લોકોને મળવા આવવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. માતાજીનાં આશીર્વાદનો લાભ મળ્યો તે બદલ સમાજનાં સૌ લોકોનો અંતઃકરણથી આભાર માનું છું. પરશોત્તમ રૂપાલાએ આગળ કહ્યું કે, આજના દિવસમાં હું આપ સૌ લોકોને મળવા આવ્યો છું. અગાઉ જ્યારે હું અહીં આવતો તો કહેતો કે હું મીની સૌરાષ્ટ્રમાં આવ્યો છું. પરંતુ હવે હું ગર્વપૂર્વક કહી શકું છું કે સુરતમાં વાત કરું તો મીની ભારતમાં ભાષણ કરી રહ્યો છું. આખા હિન્દુસ્તાનમાંથી લોકો અહીં ગુજરાન માટે આવે છે. સુરતના કારણે આખા દેશમાં આપણા રાજ્યની આબરું વધી છે.

આ પણ વાંચો : VADODARA : કપાસ ભરેલા ટેમ્પામાં આગ લાગતા કંઈ ન બચ્યું

Whatsapp share
facebook twitter