Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Parshottam Rupala : જાણો રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ ક્ષત્રિયો માટે શું કહ્યું?

12:25 PM Apr 16, 2024 | Harsh Bhatt
  • રાજકોટનાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
  • ઉમેદવારી નોંધાવતા પહેલા પરશોત્તમ રૂપાલાએ કર્યુ શક્તિપ્રદર્શન
  • પરશોત્તમ રૂપાલાએ બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા સંબોધી
  • સંબોધનમાં ક્ષત્રિય સમાજને લઈ આપ્યું નિવેદન
  • ઉમેદવારી સમયે ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાતા માન્યો આભાર

Parshottam Rupala : રાજકોટની બેઠક ખાતેથી આજે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરતા પહેલા પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડ્યું હતું. તેમણે રાજકોટમાં બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા સંબોધન કર્યું હતું. પરસોત્તમ રૂપાલા સાથે દિલીપ સંઘાણી, વજુ ભાઈ વાળા , વિજય રૂપાણી, રામ મોકરોયા , કેસરિદેવ સિંહ ઝાલા જયરાજ સિંહ જાડેજા સહિત નેતાઓ સભા સ્થળે પહોંચ્યા હતા. આ સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાતા રૂપાલાએ તેમનો આભાર માન્યો હતો.

વિરોધના વંટોળ વચ્ચે રૂપાલાનું શક્તિપ્રદર્શન

Parshottam Rupala

આજરોજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. તેમાં આજે વિરોધોના વંટોળ વચ્ચે રાજકોટ ખાતેથી પરષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પરષોત્તમ રૂપાલાએ પહેલા મહાદેવના મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા અને પોતાની રેલીની શરૂઆત કરી હતી. રાજકોટના આટલા વિરોધ વચ્ચે પણ રૂપાલાએ શક્તિપ્રદર્શન દેખાડ્યું હતું. રૂપાલાની આ રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા, તેમની સાથે જ ગુજરાત ભાજપના દિગ્ગજો જોડાયા હતા. રૂપાલા સાથે આ રેલીમાં દિલીપ સંઘાણી, વજુ ભાઈ વાળા , વિજય રૂપાણી, રામ મોકરોયા , કેસરિદેવ સિંહ ઝાલા જયરાજ સિંહ જાડેજા સહિતના નેતાઓ પણ જોડાયા હતા.

ક્ષત્રિય સમાજ અંગે આપ્યું આ નિવેદન

પરષોત્તમ રૂપાલાએ અહી ક્ષત્રિય સમાજને લઈને પણ સ્ટેજ ઉપરથી નિવેદન આપ્યું હતું. તેમણે સૌ પ્રથમ ક્ષત્રિય સમાજના આગેવાનોનો તેમની સભામાં ઉપસ્થિત રહેવા માટે આભાર માન્યો હતો. તેમણે આ સભામાં ક્ષત્રિય સમાજને નમ્રતાપૂર્વક વિનંતી કરતાં કહ્યું હતું કે, દેશના હિત માટે અમારે આપના સાથની આવશ્યકતા છે, એટલે મોટું મન રાખીને આપ સૌ પણ ભાજપનાં સમર્થનમાં જોડાઓ.

સભામાં પોલીસનો રહ્યો ખાસ બંદોબસ્ત

પરષોત્તમ રૂપાલાની આ સભામાં કોઈ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે ખડકી દેવામાં આવ્યો હતો. સભામાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી.

મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને યોજાઇ હતી બેઠક

રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર બનાવેલા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા નિવેદનના કારણે મોટો વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે આ વિવાદના કારણે ક્ષત્રિય સમાજ આંદોલન કરવા ઉપર ઉતરી આવ્યા હતા, તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકો કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, ગત મોડી રાત્રે કલાકો સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. ક્ષત્રિય આંદોલનને લઈને મોડી રાત્રે બે અલગ અલગ જગ્યાઓ પર બેઠકો થઇ હતી, એક બેઠક સરકારની મુખ્યમંત્રી નિવાસ્થાને અને બીજી બેઠક ગોતા ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે સંકલન સમિતિની હતી.

જે 2 કલાકથી વધુ સમય ચાલી હતી. સંકલન સમિતીની બેઠક ગોતા ખાતે પૂર્ણ થઈ તે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે રવાના થયા હતા. જે બાદ સામે આવ્યું કે તેઓ એક જ પ્રસ્તાવ મુકી રહ્યા છે અને તે છે પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ગુજરાત ફસ્ટે અગાઉ જ કહ્યું હતું કે સંકલન સમિતિ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનો પ્રસ્તાવ મુકશે. અને આવું જ મોડી રાત્રે થયું હતું.

આ પણ વાંચો : VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવ્યું