Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Parshottam Rupala : ગોંડલ તાલુકા ક્ષત્રિય સમાજે રૂપાલા મામલે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

05:28 PM Apr 08, 2024 | Harsh Bhatt

Parshottam Rupala News : ભાજપના વરિષ્ઠ આગેવાન અને કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણી મુદ્દે વિવાદ વધતો જાય છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગોંડલમાં પણ સમાજના આગેવાનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવો રહ્યો છે. ગોંડલ શહેર અને તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા ગોંડલના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

રૂપાલાની ટીકીટ રદ્દ કરવા ઉઠી માંગ

ગોંડલ શહેર અને તાલુકા ક્ષત્રિય સમાજના આગેવાનોએ ખાસ રૂપાલાની ( Parshottam Rupala ) ટીકીટ રદ્દ થાય તેમજ તેમની ટીપ્પણી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગળની રણનીતિ પ્રમાણે લોકશાહીના ઢબે વિરોધ કરીશું. રાજ્યભારમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી

ગોંડલ કોર્ટમાં પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ માનહાનિની ફરિયાદ પણ નોંધાઈ છે

ગોંડલમાં રૂપાલા ( Parshottam Rupala ) વિવાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગોંડલ કોર્ટમાં પુરુસોત્તમ રૂપાલા ( Parshottam Rupala ) વિરુદ્ધ માનહાનિની ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. આગામી 23 એપ્રિલના રોજ કેસની વધુ સુનાવણી થશે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રુપાલાએ રાજા મહારાજા અંગે કરેલી ટીપ્પણી અને વાણી વિલાસ સામે ક્ષત્રીય સમાજ રોષે ભરાયો છે અને ત્યારે ગોંડલની કોર્ટમાં પરષોતમ રુપાલા સામે ગોંડલના ચોરડી ગામે રહેતા હર્ષદસિહ ઘનશ્યામસિહ ઝાલાએ કલમ 400, 500 મુજબ ફરિયાદ નોંધાવી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : SURAT : નકલી વિમલ અને ડવ શેમ્પૂ બનાવતી કંપનીનો થયો પર્દાફાશ

આ પણ વાંચો : Gujarat Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! હવે આ નેતાઓએ કર્યાં કેસરિયા

આ પણ વાંચો : ડભોઇના તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે સોમવતી અમાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા