Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

07:57 PM Apr 04, 2024 | Harsh Bhatt

ભાજપના વરિષ્ઠ આગેવાન અને કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) ક્ષત્રિય સમાજ સામે કરેલી હીન ટિપ્પણી મુદ્દે વિવાદ વધતો જાય છે. ત્યારે ગોંડલ કોર્ટમાં પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી છે. આગામી 23 એપ્રિલના રોજ કેસની વધુ સુનાવણી થશે.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રુપાલા ( Parshottam Rupala ) એ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રીય સમાજ રોષે ભરાયો છે અને ગુજરાત ભર માં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે.ત્યારે ગોંડલની કોર્ટમાં પરષોતમ રુપાલા ( Parshottam Rupala ) સામે કલમ ૪૯૯,૫૦૦ મુજબ ફરિયાદ થવા પામી છે.

 

ગોંડલના ચોરડી રહેતા હર્ષદસિહ ઘનશ્યામસિહ ઝાલાએ કોર્ટમાં પરષોતમ રુપાલા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, સત્તાની લાલસામાં રુખી સમાજમાં મત મેળવવા, ક્ષત્રીય સમાજને નીચો બતાવવા રાજા રજવાડાઓને હલકા ચીતરી હીનકક્ષાનો વાણી વિલાસ કર્યો હોય, જેનો વિડિયો વાયરલ થતા ક્ષત્રીય સમાજની આબરુને ઠેસ પંહોચી છે. આ રીતે ક્ષત્રીય સમાજની બદનક્ષી થઈ હોય પરષોતમ રુપાલા સામે કાર્યવાહી કરવા જણાવાયું હતું.

પુરુષોત્તમભાઈએ રાજા-મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બફાટ કર્યો હતો

હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું કે, પુરુષોત્તમભાઈ ( Parshottam Rupala ) દ્વારા રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બફાટ કરાયો હતો. રૂપાલાના નિવેદનથી અમારી ભાવના આહટ થાય છે. નામદાર કોર્ટ દ્વારા અમારું નિવેદન લેવામાં આવ્યું છે. આગામી 23 એપ્રિલના રોજ કેસની વધુ સુનાવણી થશે. આગામી સુનવણીમાં અમે કોર્ટ સમક્ષ પુરાવાઓ રજૂ કરશું.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો : GU : ગાંધીનગર યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે ઐતિહાસિક MOU સાઇન કરાયા