+

Parliament : શિયાળુ સત્રના છેલ્લા દિવસે રામમંદિરને લઈને સંસદમાં પ્રસ્તાવ રજૂ કરશે મોદી સરકાર

parliament : બજેટ સત્રના છેલ્લા દિવસે એટલે કે શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રની મોદી સરકાર રામમંદિરને લઈને સંસદમાં પ્રસ્તાવ લાવી શકે છે. સરકાર બંને ગૃહોમાં પ્રસ્તાવ લાવશે.રામ મંદિર અંગેનો પ્રસ્તાવ…

parliament : બજેટ સત્રના છેલ્લા દિવસે એટલે કે શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રની મોદી સરકાર રામમંદિરને લઈને સંસદમાં પ્રસ્તાવ લાવી શકે છે. સરકાર બંને ગૃહોમાં પ્રસ્તાવ લાવશે.રામ મંદિર અંગેનો પ્રસ્તાવ લોકસભામાં નિયમ 193 હેઠળ લાવવામાં આવશે.ભાજપના સાંસદ સત્યપાલ સિંહ, પ્રતાપ ચંદ્ર સારંગી અને સંતોષ પાંડે આ પ્રસ્તાવ રજૂ કરશે.રાજ્યસભામાં નિયમ 176 હેઠળ આ પ્રસ્તાવ લાવવામાં આવશે.અહી પ્રસ્તાવ ભાજપના સાંસદ કે. લક્ષ્મણ,સુધાંશુ ત્રિવેદી અને રાકેશ સિન્હા રજૂ કરશે. લોકસભાએ બુલેટિન જાહેર કરીને કહ્યું કે શનિવારે ગૃહમાં રામમંદિર નિર્માણ પર ચર્ચા થશે.

PM મોદી કરશે સંસદને સંબોધન

આ તેવા સમયે સામે આવી રહ્યું છે જ્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સંસદને સંબોધિત કરી શકે છે.એવામાં,રામ મંદિરને લઈને લાવવામાં આવેલા પ્રસ્તાવ પર તેઓ વાત કરી શકે તેવી શક્યતા છે.રામમંદિર પર લોકસભામાં થઈ રહેલી ચર્ચાનો સરકાર વતી કોણ જવાબ આપશે? આ અંગે હાલમાં કંઈ સ્પષ્ટ નથી.વાસ્તવમાં,PM મોદીએ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે સંબંધિત તમામ વિધિઓ કરી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત પણ ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા.

બજેટ સત્ર શા માટે મહત્વનું?

બજેટ સત્ર એટલા માટે પણ ખૂબ મહત્વનું છે કારણ કે એપ્રિલ અથવા મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં કદાચ સત્તરમી લોકસભાનું આ છેલ્લું સત્ર છે. સરકાર વિવિધ મુદ્દાઓ દ્વારા લોકોને જીતવા માટે સક્ષમ બનવા માંગે છે. તો, વિપક્ષ મોંઘવારી અને બેરોજગારી સહિતના ઘણા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને સતત ઘેરી રહ્યું છે. જણાવી દઈએ કે બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ હતી.

આ પણ વાંચો – UTTAR PRADESH : વિકાસ કામોની બેઠક દરમિયાન DM અને BDO ઓ વચ્ચે ઝપાઝપી!

Whatsapp share
facebook twitter