Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Cigarette પીવાથી આ દેશની ખેલાડીને Paris Olympics 2024 માંથી કાઢી મૂકી!

11:13 PM Jul 25, 2024 | Aviraj Bagda

Gymnastics shoko miyata: Paris Olympics 2024 શરૂ થતાની સાથે એક દેશને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. તેના અંતર્ગત જાપાનની Women’s Artistic Gymnastics ની ખેલાડી shoko miyata એ પોતાનું નામ Olympics માંથી રદ કરવાની નાખ્યું છે. ત્યારે Japanese Gymnastics Association એ આ મામલે સંપૂર્ણ માહિતી જાહેર કરી છે. તેમા તેમણે જણાવ્યું છે કે, shoko miyata નું નામ Paris Olympics 2024 માંથી કેમ પરત લેવામાં આવ્યું છે.

  • પાંચ ખેલાડીઓના સ્થાને 4 ખેલાડીઓની ટીમ ખેલમાં ભાગ લેશે

  • Gymnastics ની ટીમ સાથે જાપાનની ઘણી આશાઓ જોડાયેલી

  • shoko miyata એ જાપાનની રાષ્ટ્રીય Champion છે

તો Japanese Gymnastics Association એ જણાવ્યું હતું કે, Women’s Artistic Gymnastics ની ખેલાડી shoko miyata એ Cigarette પીવાનું ચાલું કર્યું હતું. ત્યારે JGA ની તપાસ દરમિયાન shoko miyata ની હકીકતનો સામનો થયો હતો. તે ઉપરાંત shoko miyata ની તપાસમાં Alcohol પણ સામે આવ્યો હતો. ત્યારે હવે, Japanese Gymnastics Association જણાવ્યું છે કે, Women’s Artistic Gymnastics પાંચ ખેલાડીઓના સ્થાને 4 ખેલાડીઓની ટીમ ખેલમાં ભાગ લેશે.

Gymnastics ની ટીમ સાથે જાપાનની ઘણી આશાઓ જોડાયેલી

તો shoko miyata ના કોચ સહિત Japanese Gymnastics Association ના અધિકારીઓએ જાપાનના નાગરિકોની માફી માગી છે. તેમમે લેખિતમાં જણાવ્યું છે કે, અમે આ ઘટનાને લઈને સૌ નાગરિકોની હ્રદયથી માફી માગીએ છીએ. તે ઉપરાંત આ વખતે જાપાનની Women’s Artistic Gymnastics ની ટીમ સાથે જાપાનની ઘણી આશાઓ જોડાયેલી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, 1964 ટોક્યો ઓલિમ્પિક બાદ પ્રથમ વખત જાપાન માટે મેડલ જીતશે.

shoko miyata એ જાપાનની રાષ્ટ્રીય Champion છે

બીજી તરફ shoko miyata ના કોચે કહ્યું છે કે, shoko miyata પર Performance Pressure હતું. તેના કારણે તેણે તણાવથી દૂર રહેવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. હું લોકોને shoko miyata પરિસ્થિતિ સમજવા માટે ભલામણ કરું છું. shoko miyata એ જાપાનની રાષ્ટ્રીય Champion છે. તે ઉપરાંત shoko miyata આ વખતે સુવર્ણ પદકની વિજેતા માનવામાં આવી રહી છે. કારણ કે… shoko miyata એ વર્ષ 2022 માં world Championships માં Bronze Medal મેળવ્યો હતો.

આ પણ વાંચો: Paris Olympics 2024 ને ખેલાડીઓએ બનાવ્યું Sex Festival, જાણો કેવી રીતે…