+

Parineeti Chopra Raghav Chadha Wedding : આજે પરિણીતી હાથોમાં મુકશે રાઘવના નામની મહેંદી, લગ્નમાં નહીં આવે પ્રિયંકા…

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આજે પરિણીતીના હાથ પર રાઘવના નામની મહેંદી લગાવવામાં આવશે. આ માટે બંને તળાવોના શહેર ઉદયપુર પહોંચ્યા છે. હોટેલ…

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આજે પરિણીતીના હાથ પર રાઘવના નામની મહેંદી લગાવવામાં આવશે. આ માટે બંને તળાવોના શહેર ઉદયપુર પહોંચ્યા છે. હોટેલ ધ લીલા પેલેસમાં આજથી લગ્નની વિધિઓ શરૂ થશે. હાલમાં જ બંને દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા જ્યાંથી બંને ઉદયપુર જવા રવાના થયા હતા. લગ્નમાં હાજરી આપવા માટે બંનેના પરિવારજનો પણ ઉદયપુર પહોંચી ગયા છે. જ્યારે બંને ઉદયપુર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. લગ્ન માટે લીલા પેલેસ હોટલને પણ સુંદર રીતે સજાવવામાં આવી છે.

લગ્નમાં નો-ફોન પોલિસી હોતી નથી

સામાન્ય રીતે કેટલાક સમયથી એવું જોવામાં આવતું હતું કે સેલિબ્રિટીઓ તેમના લગ્નમાં આવનારા મહેમાનો પર નો-ફોન પોલિસી લાદી દેતા હતા, પરંતુ રાઘવ-પરિણીતીએ તેમ કર્યું નથી. તેણે લગ્નમાં આવનાર મહેમાનો પર ફોનનો ઉપયોગ ન કરવા માટે કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ-પરિણીતી 24 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.

પ્રિયંકા ચોપરા નહીં રહે હાજર

પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા વિશે એવા અહેવાલો આવ્યા હતા કે તે તેની પુત્રી માલતી સાથે લગ્નમાં હાજરી આપશે. તેના પતિ નિક જોનાસ લગ્નમાં હાજરી આપી શકશે નહીં પરંતુ હવે અહેવાલો આવી રહ્યા છે કે નિક અને પ્રિયંકા બંને લગ્નમાં હાજરી આપી શકશે નહીં. પ્રિયંકાના કામના પ્રતિબદ્ધતાઓને કારણે, એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં તે આવી શકેશે નહીં. જો કે, આ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, અક્ષય કુમાર, અર્જુન કપૂર અને કેટલાક મોટા સ્ટાર્સ હાજરી આપે તેવી શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં 200 મહેમાનો અને 50 VVIP હાજર રહેશે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મોમાં ‘કંકુ’ એક જ વાર વેરાયું

Whatsapp share
facebook twitter