Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Panchmahal : રાજગઢ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે કરાઈ આ ખાસ વ્યવસ્થા

04:20 PM Apr 13, 2024 | Hardik Shah

Panchmahal : હાલ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે, ત્યારે જંગલ વિસ્તાર (Forest Areas) ને અડીને આવેલા ગ્રામીણ વિસ્તાર (Rural Areas) ના લોકો ગરમીથી રાહત મળે તે માટે ઘરની બહાર ખુલ્લામાં સુતા હોય છે અને તેઓના પશુઓ (Animals) ને પણ ઘરની બહાર રાખતા હોય છે. તો બીજી તરફ જંગલ વિસ્તાર (Forest Areas) માં આવેલા પાણીના સ્ત્રોત (Water Sources) જેવા કે નદી, નાળા અને તળાવ સુકાઈ જતા જંગલમાં વસવાટ કરતા વન્ય પશુઓ જેવા કે દીપડા, રિંછ અને અન્ય પશુઓ પીવાના પાણી માટે જંગલમાંથી માનવવસ્તી તરફ આવતા હોય છે. ત્યારે કેટલાક વન્ય પ્રાણી (Wild Animals) દ્વારા ગ્રામીણ લોકો ઉપર હુમલો (Attack) કર્યા હોવાની ઘટના બની છે. આવી ઘટનાઓને અટકાવવા માટે પંચમહાલ જિલ્લાના રાજગઢ વન વિભાગ (Rajgarh Forest Department of Panchmahal district) દ્વારા જંગલ વિસ્તારમાં વન્ય જીવો માટે પીવાના પાણી માટેની ખાસ કૃત્રિમ જળ સ્રોતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થાને લઈ પર્યાવરણ પ્રેમી અને સ્થાનિક ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો હાલ હાશકારો અનુભવી રહ્યા છે.

Panchmahal Wild Animals

પંચમહાલ જિલ્લામાં અંદાજીત 38 હજાર હેકટર ઉપરાંત વન વિસ્તાર ધરાવતા પંચમહાલ જિલ્લાના આ વન વિસ્તારમાં અનેક પ્રકારના વન્ય પ્રાણી વસવાટ કરે છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ જંગલ વિસ્તારમાં આવેલા પાણીના સ્ત્રોત ધરાવતા નદી, નાળા અને તળાવમાં પાણી સુકાઈ જતા જંગલમાં વસવાટ કરતા વન્ય જીવો પીવાના પાણી માટે માનવ વસ્તી તરફ આવતા હોય છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકો વન્ય જીવોના હુમલાના ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબુર બનતા હોય છે. ત્યારે હાલ ઉનાળાની ઋતુમાં વન્ય જીવોને પીવાના પાણી માટે ભટકવું ના પડે એના માટેની ચિંતા કરી સુવિધાઓ વન વિભાગે ઉપલબ્ધ કરી છે. કુદરતી જળ સ્ત્રોત સિવાય અન્ય કૃત્રિમ જળ સ્રોત ઉભા કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઘોઘંબા તાલુકાના વન વિસ્તારને અડીને આવેલા ગામોમાં દીપડાની હુમલાની ઘટનાઓ અગાઉ બની ચુકી છે. જેનું પ્રાથમિક તારણ દીપડો પાણી કે ખોરાકની શોધમાં માનવ વસવાટ તરફ આવી જતા આ પ્રકારની ઘટનાઓ બની હોવાનું માનવામાં આવે છે. જેથી વન વિભાગે ઉનાળા દરમિયાન વન્ય જીવોને પીવાનું પાણી વન વિસ્તારમાં જ મળી રહે એવું આયોજન કર્યુ છે. કૃત્રિમ જળ સ્ત્રોત તરીકે પાણી સંગ્રહ માટે ખાસ ડિઝાઇનવાળી કુંડીઓ બનાવી છે અને આ કુંડીઓ પાણીના ટેન્કર વડે, પવન ચક્કી કે હેન્ડ પમ્પના માધ્યમથી પાણી ભરવામાં આવી રહ્યું છે.

જોકે, અહીંના રાજગઢ વન વિસ્તારમાં આવેલા 9,400 હેક્ટર જમીનમાં પથરાયેલા વન વિસ્તારમાં વન વિભાગે પાણીની કુંડી ભરવા માટે હેન્ડપમ્પનો નવતર પ્રયાસ કર્યો છે. જેમાં સરળતાથી હાલ પાણી ભરી શકાય છે કેમ કે અહીં પવનની ગતિ ઓછી હોય દરમિયાન પવનચક્કી કામ લાગી શકતી નથી અને વીજલાઈન સુવિધા વન વિસ્તારમાં નહીં હોવાથી ટેન્કરથી પાણી ભરવું પડતું હોય છે. વન વિભાગ દ્વારા તમામ પાણીના તમામ કુત્રિમ સોર્સ નું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજગઢ વન વિભાગ દ્વારા વન્ય જીવો માટે કરેલ પાણી ની વ્યવસ્થા ને લઈ ગ્રામીણ વિસ્તારના લોકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

અહેવાલ – નામદેવ પાટીલ

આ પણ વાંચો – Reliance : ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

આ પણ વાંચો – DEVGADH BARIYA : જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી માટે વનવિભાગ દ્વારા સુવિધા કરાઇ