+

Panchmahal : લોકસભા બેઠકની ચૂંટણી માટે આ 8 ઉમેદવારો મેદાને, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ!

લોકસભાની ચૂંટણી (Lok Sabha election) માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પંચમહાલ (Panchmahal) લોકસભા માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. કુલ 10 ઉમેદવારો પૈકી 2 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત…

લોકસભાની ચૂંટણી (Lok Sabha election) માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પંચમહાલ (Panchmahal) લોકસભા માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. કુલ 10 ઉમેદવારો પૈકી 2 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે ચૂંટણી મેદાનમાં કુલ 8 ઉમેદવારો છે, જેમાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બે જ મોટા રાજકીય પક્ષો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે.

આ ઉપરાંત, આમજન મત પાર્ટી અને ધનવાન ભારત પાર્ટી જેવા અમાન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં જોવા મળ્યા છે. જયારે 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. માહિતી મુજબ, બસપા (BSP) ઉમેદવાર શૈલેશ ઠાકરે (Shailesh Thacker) પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. આથી હવે પંચમહાલ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

પંચમહાલ (Panchmahal) લોકસભાની બેઠક માટે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારો

1. ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, (રહે. જામાપગીનાં મુવાડા, પો. વિરણીયા, તા. લુણાવાડા, જિ. મહિસાગર)

2. રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ, ભારતીય જનતા પાર્ટી, (રહે. ચોરાવાળું ફળિયુ, પો.કરોલી, તા. કાલોલ, જિ. પંચમહાલ)

3. લક્ષ્મણભાઈ ગલાભાઈ બારીયા, આમ જનમત પાર્ટી, (રહે. નવી કંતાર ફળિયું, તા. લુણાવાડા, જિ. મહિસાગર)

૪. જીતેશકુમાર ઘનશ્યામભાઈ સેવક, ઘનવાન ભારત પાર્ટી, (રહે. માલીવાડા કાપડ બજાર, ડાકોર, તા. ઠાસરા, જિ. ખેડા)

5. કૌશિકકુમાર શંકરભાઈ પાંડોર, અપક્ષ, (રહે. વદરી, પો. ભાંખરા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)

6. હસમુખકુમાર ગણપતસિંહ રાઠોડ, અપક્ષ, (રહે. 12-વચલું ફળિયું, અસારડી, તા. ગોધરા, જિ. પંચમહાલ)

7. મનોજસિંહ રણજીતસિંહ રાઠોડ, અપક્ષ, (રહે. મુ. જેઠીસિંહની મુવાડી, પો. સણસોલી, તા. ગોધરા, જિ. પંચમહાલ)

8. તસ્લીમ મોહંમદરફીક દુરવેશ, અપક્ષ, (રહે. ઝકરિયા મહોલ્લા, ચેતનદાસ પ્લોટ, ગોંદ્રા, તા.ગોધરા, જિ.પંચમહાલ)

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

 

આ પણ વાંચો – Botad : ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય, આચાર્ય પક્ષે લગાવ્યો આ ગંભીર આરોપ!

આ પણ વાંચો – LOKSABHA ELECTION : છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ચિત્ર થયું સ્પષ્ટ, છ ઉમેદવારો ચૂંટણી મેદાને

આ પણ વાંચો – Surat : BJP ની ઐતિહાસિક જીત! મુકેશ દલાલ બન્યા બિનહરીફ સાંસદ, સત્તાવાર રીતે અપાયું જીતનું સર્ટિફિકેટ

Whatsapp share
facebook twitter