+

Panchmahal : ઘેટાં બકરાની જેમ ખાનગી વાહનોમાં મુસાફરોની સવારી કોના રહેમ હેઠળ ?

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ    રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટનોમાં ભારે વધારો થયો છે અને એમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા મથકો પર…

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 

 

રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટનોમાં ભારે વધારો થયો છે અને એમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા મથકો પર ખાનગી વાહન ચાલકો ઓવરલોડ મુસાફરો ભરી મોતને મુખમાં રાખી આ વાહન ચાલકો વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે. ટ્રાંફિક નિયમોનો સરેઆમ છેદ ઉડાવી ખાનગી વાહનોમાં લિમિટ કરતા વધુ મુસાફરોને બેસાડી મોતની સવારી કરવાઈ રહી છે. ત્યારે પોલીસ પોતાની કામગીરીમાં જ વ્યસ્ત રહી સબ સલામત ના ગાના ગાઈ રહી છે.
Image preview
પંચમહાલ જિલ્લાના ગોધરા થી સંતરામપુર, ઝાલોદ, કાલોલ-હાલોલ, શહેરા સહિત આજુબાજુના શહેરને જોડતા મુખ્ય માર્ગો પર રોજ ખાનગી ઇકો કાર, જીપ, મીની બસ, રીક્ષા, છોટા હાથી માં જીવ ના જોખમે મુસાફરી કરવાના દૃશ્યો નજરે પડે છે. ગતિશીલ ગુજરાતમાં મોત ની સવારી થી અસંખ્ય નિર્દોષ લોકો મોત ના મુખમાં ધકેલાઈ રહ્યા હોવા છતાં જિલ્લાનો જવાબદાર પોલીસ તંત્રની આંખો ખુલતી નથી, પંચમહાલ જિલ્લામાં કાયદાની ઐસી કી તૈસી કરી ખાનગી વાહનો વાળા શટલીયા વાળાઓ તેમના વાહનોમાં ઘેટાં બકરા ની જેમ ખીચો ખીચ મુસાફરોને ભરી રૂપિયા કમાવાની લાહ્યમાં જિલ્લાના મુખ્ય જાહેર માર્ગો પર થી ખુલ્લે આમ પસાર થઈ રહ્યા છે અને બેફામપણે ભાડામાં પણ લૂંટ ચલાવી મુસાફરોની લૂંટ તો કરી રહ્યા છે સાથે જ તેઓના જીવ સાથે ખીલવાડ કરી રહ્યા છે. સંલગ્ન વિભાગ દ્વારા ખાનગી વાહનો સામે ટ્રાફિક ડ્રાઇવના નામે કામચલાવું દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરતું જિલ્લા આરટીઓ તંત્ર અને જિલ્લા ટ્રાફિક સહિત શહેર ટ્રાફિક પોલીસ તંત્ર ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં લાચાર જણાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
Image preview
પંચમહાલ જિલ્લાના મુખ્ય માર્ગો પર થી પસાર થતા મારુતિ ઇક્કો, તુફાન જીપ, મીની બસ, છોટા હાથી, પિયાગો સહિત રિક્ષાઓમાં ખીચોખીચ મુસાફરો ભરવાની સાથે આવા વાહનોના ચાલક અને ધારક ટ્રાફિકના નિયમોને ધોળી ને પી જઈ ખાનગી વાહનોમાં ઘેટાં બકરા ની જેમ મુસાફરોને ભરતા હોય છે સાથે જ વાહનોના છાપરા ઉપર અને બાજુમાં લટકી પણ મુસાફરો બેસાડી બિન્દાસ્ત અને કોઈના રોકટોક વગર બસ સ્ટેન્ડ ની આજુબાજુ જાહેર માર્ગો પરથી મુસાફરોને મોતની મુસાફરી કરાવતા ખાનગી વાહન ચાલકો સામે સંલગ્ન વિભાગ કાર્યવાહી ના નામે મીંડું સમાન બની ગયું છે, કેટલાક શોપિંગ સેન્ટરોની આગળ દુકાનો ની આગળ જાહેર માર્ગોપર વચ્ચોવચ આ વાહનો ઉભા કરી મુસાફરો ભરતા હોય છે જેના કારણે નાના મોટા અન્ય રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવા વાહનચાલકો સામે  પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે જ્યારે આમ જનતા એવું ઈચ્છી રહી છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાર્થક કરીને ટ્રાફિક વ્યવસ્થા જળવતી રહે તે દિશા માં ઘટતું કરે તેવું આમ જનતા ઈચ્છી રહી છે.
Image preview
કોના રહેમ નજરે જાહેર માર્ગો પર મુસાફરોની લટકે છે જિંદગી ?
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં મૌત ની સવારી જોવા મળી રહી છે, એક ઇક્કો મારુતિ કારમાં આશરે 10 ઉપરાંત મુસાફરો સવારી કરતા જોવા મળી રહ્યા છે, સામાન્ય રીતે જોઈએ તો પોલીસ અનેક જગ્યાએ બાઇક ચાલકો સામે દંડનિય કાર્યવાહી કરતી જોવા મળે છે પરંતુ આવા વાહનચાલકો સામે લાચાર બનતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવી સવારી કોની રેમ રાહ થી ચાલી રહી છે એ એક મોટો સવાલ છે , કોઈ મોટી હોનારત ઘટે એની તંત્ર રાહ જોઇ રહ્યું છે કે પછી હપ્તા થી બદનામ પોલીસ હપ્તા લઇ જવા દેવામાં આવે છે આ એક મોટો સવાલ છે આવા દ્રશ્યોથી પોલીસ તંત્ર ની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે હવે પોલીસ તંત્ર આવા કાયદાનું ઉલઘન કરતા વાહન ચાલકો અને ધારકો પર ક્યારે લગામ લગાવશે જોવાયું રહ્યું.

આ  પણ  વાંચો -ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના, 3 લાખ રૂપિયા હારી ગયા બાદ યુવકની આત્મહત્યા

 

Whatsapp share
facebook twitter