Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PANCHMAHAL : જિલ્લામાં કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પૂર્વે મોટું ભંગાણ, જાણો શું છે સમગ્ર બાબત

03:01 PM Apr 24, 2024 | Harsh Bhatt

PANCHMAHAL : પંચમહાલ ( PANCHMAHAL ) જિલ્લા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પૂર્વે મોટું ભંગાણ જોવા મળ્યું છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ અને શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકા બેન ચૌહાણ પંચમહાલ ( PANCHMAHAL ) જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સહિતે પોતાના રાજીનામા આપ્યા છે અને ચૂંટણીના ટાણે જ પાર્ટીનો સાથ છોડ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અંગત કારણોસર રાજીનામુ આપતાં હોવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખને ઇમેઇલ મારફતે રાજીનામા પત્ર મોકલવામાં આવ્યા છે.

 

શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો,સરપંચો અને કાર્યકરો મળી 25 થી વધુએ આપ્યા રાજીનામા છે. જેના કારણે હવે પંચમહાલ કોંગ્રેસની કમર તૂટી છે. અહી નોંધનીય છે કે, રશ્મિકા બેન ચૌહાણ કે જે ગત વિધાનસભા ચૂંટણીમાં ગોધરા બેઠકના ઉમેદવાર હતા તેમણે પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, ઉપરાંત શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ પણ હવે કોંગ્રેસ પક્ષમાંથી અલગ થયા છે.

શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણએ લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. હવે આગામી દિવસોમાં દુષ્યંતસિંહના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે રહેશે તેવી અટકળો સેવાઇ રહી છે. અગાઉ પણ લોકસભાના ઉમેદવાર સામે દુષ્યંતસિંહે નારાજગી વ્યક્ત કરતાં પ્રદેશના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કર્યુ હતું. કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ દુષ્યંતસિંહ ચૌહાણ અને સમર્થકોનો ઝુકાવ લોકસભા ચૂંટણી દરમિયાન કઈ તરફ રહેશે  એની સામે સૌની નજર છે.

આ પણ વાંચો : ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર! જાણો જાહેર સભામાં કોને આપી ધમકી