Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Palanpur School: ભવિષ્યની ભાવિ પેઢી બિસ્માર શિક્ષણ મંદિરમાં કરી રહી છે અભ્યાસ

11:44 PM Mar 09, 2024 | Aviraj Bagda

Palanpur School: સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મસમોટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહયા છે. ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર-3 પ્રાથમિક શાળા શિક્ષણના ઠેકેદારોની પોલ ખોલી રહી છે.

  • પાલનપુરની સરકારી શાળની સ્થિત બની કફોડી
  • 20 વર્ગખંડમાંથી 13 વર્ગખંડની હાલત જર્જરિત
  • 7 વર્ગખંડમાં બે પાળીમાં 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા

પાલનપુરની કમાલપુરા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે શાળામાં આવેલા 20 ઓરડાઓ માંથી 13 ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરિત છે. જેને લઈને બાળકો 2 પાળીમાં બાકીના 7 ઓરડાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં સવારે 7 થી 12 વાગ્યાની પાળીમાં ધોરણ 6 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી ધોરણ 1 થી 6 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે.

તમામ 13 ઓરડાઓને તાળા મારી દેવામાં આવ્યા

તે ઉપરાંત 13 ઓરડાઓમાં પણ છત પરથી પોપડા પડી રહ્યા છે. ત્યારે આ શાળામાં બાળકો ડરી ડરીને શિક્ષણ મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઓરડામાં બાળકો રમતા રમતા જતા ના રહે, અને કોઈ મોટી જાનહાની બાળકો સાથે ના થાય. તે માટે આ તમામ 13 ઓરડાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.

શાળાના આચાર્યએ વાતને નજરઅંદાજ કરી

આ અંગે શાળાના શિક્ષકો દ્વારા શાળના આચાર્ય સામે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં શાળાના આચાર્ય દ્વારા તેમની આ વાતને નજરઅંદાજ કરવામાં આવી હતી. ત્યારે હવે, એ જોવાનું રહ્યું બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી ક્યારે આ ભવિષ્યની ભાવિ પેઢીને ન્યાય આપે છે.

આ પણ વાંચો: Gujarat Queen Accident: ગુજરાત ક્વીન ટ્રેનમાં રેલ્વે કર્મચારીના માતા-પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનથી નીચે પટ્કાયા