+

Palanpur : નિર્માણાધીન બ્રિજ ધરાશાયી મામલે 11 સામે પોલીસમાં ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આરટીઓ સર્કલથી અંબાજી તરફ જવાના રસ્તા પર બ્રિજ ધરાશાયી થયેલા મામલામાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ કોન્ટ્રાકટરને હાજર નહિ કરે…

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આરટીઓ સર્કલથી અંબાજી તરફ જવાના રસ્તા પર બ્રિજ ધરાશાયી થયેલા મામલામાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય કરાયો હતો. આ બ્રિજના કોન્ટ્રાક્ટર જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શનને AMCએ બ્લેકલિસ્ટ કરી હતી છતાં પાલનપુર પુલનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સમગ્ર ઘટનામાં 11 સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

2 યુવકના મોત થયા હતા

ઉલ્લેખનિય છે કે બ્રિજ ધરાશાયી મામલે 2 યુવકના મોત થયા હતા જેમાં આજે સવારે દલીત સમાજે એકત્ર થઇને કસુરવારો સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.

કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનીયરો સામે ફરિયાદ

આ મામલે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનીયરો સામે હાલ ફરિયાદ નોંધાઇ રહી છે. સમગ્ર મામલે કુલ 11 સામે ગુનો નોંધાઇ રહ્યો છે. પોલીસ સુત્રોએ કહ્યું કે આર એન્ડ બી અને એફએસએલના તમામ રિપોર્ટ આવ્યા બાદ અન્ય કોઇ દોષિત હશે તો તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.

ઘટના બાદ ઉભા થયા અનેક સવાલો

સમગ્ર મામલે મોટો સવાલ એ ઉભો થયો છે કે આજે દશેરા છે ત્યારે ભ્રષ્ટાચારરૂપી રાવણનું દહન ક્યારે થશે? અને આ રીતે બ્લેક લિસ્ટેડ કંપનીઓને આખરે કેવી રીતે મળે છે કોન્ટ્રાક્ટ? સવાલ પુછાઇ રહ્યો છે કે વિવાદિત ઈતિહાસ છતાં કૉન્ટ્રાક્ટ લેવા માટે હશે કેવા ‘સેટિંગ’? અને ખાયકીના ખેલમાં ગળાડૂબ કંપનીઓ આ રીતે કેટલાનો જીવ લેશે? જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ કોને કોને કર્યાં ખુશ? અને જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીને કોના આશીર્વાદ છે ? તે પણ સવાલ ઉભો થયો છે. આ પ્રકારના વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરને શા માટે રાજ્યભરમાંથી બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતી? કૉન્ટ્રાક્ટ માટે કેટકેટલાંને પહોંચાડી હશે મલાઈ? તે સવાલ પણ ઉભો થયો છે.

પરિવારજનોએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 11 લોકો સામે નોંધાવી ફરિયાદ

ગણેશભાઈ પરથીભાઇ ચૌધરી -GPC ડાયરેકટર
પાર્થ ગણેશભાઈ ચૌધરી –
દલજીભાઈ પરથીભાઇ ચૌધરી
મહેન્દ્રભાઈ ગેમરભાઇ ચૌધરી
વિપુલકુમાર દલજીભાઈ ચૌધરી
દલીબેન ગણેશભાઈ ચૌધરી
તખીબેન દલજીભાઈ ચૌધરી

– એન્જીનીયર

જાલમાં રામ વણઝારા
સની ભાઈ મેવાડા
હાર્દિક પરમાર
નમન મેવાડા

આ પણ વાંચો—PALANPUR : કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં સુધી પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય

Whatsapp share
facebook twitter