+

Palanpur : ભેળસેળ કરતાં તત્વો સામે કાર્યવાહી, શંકાસ્પદ ઘીનો 2700 કિલો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુરમાં (Palanpur) ભેળસેળયુક્ત ઘી વેંચાતું હોવાની જાણ થતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક પેઢી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા ઘટના સ્થળ પરથી…

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુરમાં (Palanpur) ભેળસેળયુક્ત ઘી વેંચાતું હોવાની જાણ થતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક પેઢી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા ઘટના સ્થળ પરથી પ્રિમિયમ બ્રાન્ડ ઘીનાં કુલ 6 અને લુઝ ઘીના 1 એમ કૂલ 7 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો કુલ 2740 લિટર ઘીનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 17 લાખ જેટલી થાય છે તે સીઝ કરવામાં આવ્યો હતો. આ મામલે પેઢીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે હાલ આગળની તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અગાઉ પણ આ પેઢી સામે કાર્યવાહી કરીને રૂ. 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રૂ. 17 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરાયો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુરમાં (Palanpur) ખોરાક અને ઔષધ નિયમન તંત્રને (Food and Drug Regulatory Authority) મળેલી બાતમીના આધારે 19 એપ્રિલના રોજ ગજાનંદ માર્કેટ ખાતે આવેલ મે. ધાન્વી એન્ટરપ્રાઈઝના પ્લોટ નંબર -6 પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન, પેઢીના માલિક હિતેશભાઇ મોદીની હાજરીમાં તેમની પાસેથી અનમોલ પ્રિમિયમ બ્રાન્ડ ઘીનાં કુલ 6 અને લુઝ ઘીના 1 એમ કુલ 7 નમૂના લેવામાં આવ્યા હતા. જયારે, બાકીનો કુલ 2740 લિટર ઘીનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 17 લાખ જેટલી થાય છે તે સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો હતો.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી

અગાઉ પણ રૂ. 21 લાખનો દંડ ફટકારાયો હતો

સ્થળ પર વધુ તપાસ કરતા બહારથી તૈયાર અને સસ્તું ઘી (ghee) લાવીને તેને પેક કરી ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ વેચતા હોવાનો ખુલાસો થયો હતો. માહિતી મુજબ, તંત્ર દ્વારા મે. ધાન્વી એન્ટરપ્રાઈઝ (Dhanvi Enterprises) પેઢીમાં અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે સ્થળેથી નમૂના લઈ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને તમામ જથ્થો ભેળસેળયુક્ત જણાતાં 3 એડ્જ્યુડિકેટિંગ કેસમાં કુલ રૂ. 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે હવે આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

 

આ પણ વાંચો – Surat news મરાઠી ભાવ બની મહારાષ્ટ્રમાં માર્યો છાપો, સુરત પોલીસની કામગીરી

આ પણ વાંચો – VADODARA : મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનોમાં CID ક્રાઇમની રેડ

આ પણ વાંચો – VADODARA : જોરદાર કમાણીનો પ્લાન બતાવી કરોડો રૂપિયાની ઠગાઇ

Whatsapp share
facebook twitter