Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pakistan : કંગાળ પાકિસ્તાન માટે આશાનું કિરણ, IMF એ આપી આટલા મિલિયન ડોલર લોનની મંજૂરી! જાણો કેટલું છે દેવું?

08:50 AM Jan 12, 2024 | Vipul Sen

આતંકવાદથી ગ્રસ્ત દેશ પાકિસ્તાન (Pakistan) હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ત્યાંના નાગરિકોને ભૂખમરી, મોંઘવારી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓ વેઠવી પડી રહી છે. ત્યારે હવે કંગાળ પાકિસ્તાન માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની એક્ઝિક્યુટિવ બોર્ડે દેશના આર્થિક સુધાર કાર્યક્રમની તેની પ્રથમ સમીક્ષા પૂર્ણ કરી અને US$700 મિલિયનની તાત્કાલિક લોન આપવાની મંજૂરી આપી, તેમ મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે.

આ મીડિયા રિપોર્ટમાં પાકિસ્તાનના (Pakistan) નાણાં મંત્રાલયના એક નિવેદનને ટાંકવામાં આવ્યું છે કે, બોર્ડની મંજરી SDR 528 મિલિયન (લગભગ US$700 મિલિયન) ના ત્વરિત વિતરણની પરવાનગી આપે છે, જેથી SBA હેઠળ કુલ વિતરણ US$1.9 બિલિયન થાય છે. IMF ની આ મંજૂરી, તેના અને પાકિસ્તાન વચ્ચે 15 નવેમ્બર, 2023ના રોજ હસ્તાક્ષર કરાયેલ કર્મચારી-સ્તરના કરારને અનુસરે છે, જે મુખ્ય સુધારાઓ લાગુ કરવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

પાકિસ્તાનનું દેવું PKR 63.390 ટ્રિલિયન

IMF એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી કાર્યકારી નાણાંપ્રધાન શમશાદ અખ્તર (Shamshad Akhtar) અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Asim Munir) દ્વારા દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરવાના સતત પ્રયાસો વચ્ચે આવી. રિપોર્ટ્સ અનુસાર, આઈએમએફ બોર્ડની મંજૂરી બાદ પાકિસ્તાનને (Pakistan) લગભગ 700 મિલિયન યુએસ ડોલરનો બીજો હપ્તો મળશે. જ્યારે, IMF એ જુલાઈમાં US$1.2 બિલિયનનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, પાકિસ્તાને IMF ના તમામ લક્ષ્ય મેળવી લીધા છે અને આશા છે કે તેઓ અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવામાં સક્ષમ થશે. જણાવી દઈએ કે, ગયા વર્ષે 16 નવેમ્બરના રોજ, પાકિસ્તાન અને IMF વચ્ચે SBA હેઠળ પ્રથમ સમીક્ષા પર કર્મચારી-સ્તરનો કરાર થયો હતો. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવેમ્બર 2022 માં પાકિસ્તાનનું કુલ દેવું PKR 50.959 ટ્રિલિયન હતું, જે વધીને નવેમ્બર, 2023 સુધીમાં PKR 63.390 ટ્રિલિયન નોંધાયું હતું.

 

આ પણ વાંચો – Lakshadweep Permit: જાણો, Lakshadweep પ્રવાસ કરતા પહેલા આ કરવું જરૂરી