Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાબર આઝમ કર્યું એવું કે અમ્પાયર ગુસ્સે થઈ ગયા, જાણો સમગ્ર માહિતી

03:17 AM Apr 24, 2023 | Vipul Pandya

પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં જીત નોંધાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મુલતાનમાં રમાયેલી બીજી વનડેમાં પાકિસ્તાને 120 રને જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 275 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 155 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાની બોલર મોહમ્મદ નવાઝ ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં રહેલ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. આ સીરીઝમાં સતત રેકોર્ડ બનાવી રહેલો બાબર આ વખતે પોતાના શરમજનક કૃત્યને કારણે સમાચારમાં આવ્યો છે. બીજી વન-ડે દરમિયાન પાકિસ્તાનના કેપ્ટને નિયમનું ઉલ્લંઘન કર્યું, જેનો ફાયદો વિન્ડીઝ ટીમને થયો. મેચ દરમિયાન બાબર ગ્લોવ્ઝ પહેરીને ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. આ પછી અમ્પાયરે બાબરને ગ્લોવ્સ ઉતારવા કહ્યું અને વેસ્ટ ઈન્ડિઝને પેનલ્ટી તરીકે પાંચ રન આપ્યા.
નિયમ શું કહે છે
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે 275 રન બનાવ્યા હતા. પાકિસ્તાની ટીમ જ્યારે ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવી ત્યારે તેનો કેપ્ટન બાબર આઝમ ગ્લોવ્ઝ પહેરીને ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. ક્રિકેટના નિયમો અનુસાર વિકેટકીપર સિવાય ફિલ્ડિંગ ટીમનો કોઈપણ ખેલાડી ગ્લોવ્ઝ પહેરી શકતો નથી. જો ફિલ્ડર આમ કરે છે, તો બેટિંગ ટીમને વધારાના 5 રન આપવામાં આવે છે. આ કારણોસર, બાબરના ગ્લોવ્ઝ પહેરવા બદલ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ક્રિકેટના કાયદા 28.1 હેઠળ 5 વધારાના રન આપવામાં આવ્યા હતા.