+

PADRA : ચેક પોસ્ટ ઉપરથી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 4 લાખનો મુદામાલ કરાયો જપ્ત

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય શરાબ માફિયાઓ ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે, ત્યારે હવે લોકસભાની ચુંટણી આવતી હોય શરાબ માફિયાઓ રાજકીય પક્ષો માટે દારુનો સ્ટોક કરવા…

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય શરાબ માફિયાઓ ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે, ત્યારે હવે લોકસભાની ચુંટણી આવતી હોય શરાબ માફિયાઓ રાજકીય પક્ષો માટે દારુનો સ્ટોક કરવા અવનવા કીમયા અપનાવી રહ્યા છે. પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને નિષ્ફળ બનાવવા સક્રિય રહેતી હોય છે. ત્યારે એલ.સી.બી. પોલીસની ટીમે પાદરાની મુજપુર ચેક પોસ્ટ ઉપરથી વૈભવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂના જથ્થા સાથે રૂ. ચાર લાખ ઉપરાતનો મુદામાલ જપ્ત કરી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથકના હદ વિસ્તારમાં એલસીબી પોલીસની ટિમની પેટ્રોલિંગની કામગીરીમાં હતી. દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની બલેનો ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગંભીરા તરફથી નીકળી પાદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ મુજપુર ચેક પોસ્ટ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

દરમિયાન ગંભીરા તરફથી બાતમી આધારિત ગ્રે કલરની બલેનો ગાડી આવતા પોલીસે ખાનગી વાહનથી આડાસ કરી ગાડીને કોર્ડન કરી ઉભી રખાવી કારમાં તપાસ કરતા કાર માંથી વિદેશી દારૂની રૂ.1,26,600ની કિંમતની 1038 નંગ બોટલો મળી આવતા પોલીસે કાર ચાલક દેવીલાલ સુખરામ બિસ્નોઇની ધરપકડ કરી કુલ રૂ. 4,38,450ની કિંમતનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર બાબતે કાર ચાલકની પુછપરછ કરતા વિદેશી દારૂ ભરેલ ગાડી રાજસ્થાનના મુકેશ બિસ્નોઇએ રાજસ્થાનની નેનાવા બોર્ડર નજીકથી આપેલ અને વડોદરાના પાદરા નજીક ધાયજ ગામે રહેતા અશ્વિનભાઇ ઉર્ફે ગગી ચંદુલાલ જન્સારીને આપવાનું જાણાવ્યું હતું પોલીસે પકડાયેલ કાર ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર ઇસમો વિરૂધ્ધ પાદરા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી.

અહેવાલ – વિજય માળી 

આ પણ વાંચો —  Hamil Mandukia : હેમિલનો મૃતદેહ ભારત પરત લાવવાની એમ્બેસીની પરિવારને ખાતરી! રશિયા-યુક્રેન યુદ્ધમાં થયું હતું મોત

Whatsapp share
facebook twitter