+

PadmaShri Awards : ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને મળશે પદ્મશ્રી, જાણો કોણ છે

PadmaShri Awards : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આ વર્ષે આપવામાં આવનારા પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી દેવામાં આવે છે. તેમાં વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ છે.…

PadmaShri Awards : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આ વર્ષે આપવામાં આવનારા પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી દેવામાં આવે છે. તેમાં વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ છે. આ વર્ષે 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી (PadmaShri Awards) મળશે. વલસાડના ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રી મળશે. વલસાડના ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયાએ સીકલ સેલ નામની બિમારી નાથવા માટે કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવશે.

 

 

કોણ છે ડૉ. યેઝદી માણેકશા ઈટાલિ?
પ્રધાનમંત્રી પહેલાથી વલસાડ જિલ્લાના આદિવાસીઓનો વિચાર કરતા હતા. જેને લઈને આદિવાસીઓના હીટ માટેનો રાજ્યમનો સિકલ સેલનો પ્રથમ પ્રોજેકટ ડો.યઝદી ઇટાલિયાએ મુક્યો ત્યારે પ્રતિભાશાળી નરેન્દ્ર મોદીજી આદિવાસી ઓના આ પ્રોજેક્ટથી ખૂબ પ્રભાવતી થયા હતા. સિકલસેલના પ્રોજેકટ માટે ઝીણવટ ભરી નાની મોટી વાતો ઉપર ચર્ચા ઓ કરવામાં આવી હતી. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયા અને સેલસેલ ડિજિસથી બચાવવા તેમની તપાસ થવી જરૂરી હતી.

Image

મોદી અને ઇટાલીયા વચ્ચે ઘણી વખત મુલાકાતો થતી રહેતે હતી. દરેક વખતે સિકલ સેલમાં આદિવાસીઓને બચાવવા હજુ કેટલી કામગીરી કરી શકાય તેમ છે. વગેરે ઝીણવટ ભરી વાતો તે પૂછતાં રહેતા. રાજ્યના આદિવાસી લોકોને સિકલ સેલથી બચાવવા આદિવાસી વિસ્તરોમાં સિકલસેલ માટે મોટી સંખ્યામાં એકસાથે ચકાસણી કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ યોજના વખતે દરેક જગ્યાએ સિલક સેલની જાગૃતિના સ્ટોલ લગાવતા અને મુલાકાત દરમિયાન સિકલસેલ દર્દીઓ માટે હજુ કેટલું સારું કામ થઈ શકે તે માટે જાણકારી મેળવતા હતા.

 

ગુજરાતની આ હસ્તીઓને  મળશે સન્માન 
હવે ગુજરાતની વાત કરીએ તો ડૉ તેજસ પટેલને તબીબી ક્ષેત્રે પદ્મ ભૂષણ પરસ્કાર આપવામાં આવશે, જ્યારે રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી, ડૉ યઝદી માણેકશા ઈટાલિયાને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી, હરીશ નાયકને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી, દયાલ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી અને ડૉ જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવશે.

 

  • ડૉ તેજસ પટેલને તબીબી ક્ષેત્રે પદ્મ ભૂષણ પરસ્કાર
  • રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી
  • ડૉ યઝદી માણેકશા ઈટાલિયાને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી
  • હરીશ નાયકને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી
  • દયાલ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી
  • ડૉ જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે પદ્મશ્રી

 

પર્યાવરણ શાસ્ત્રી ચામી મુર્મુને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવશે
આ વર્ષે દેશની પ્રથમ મહિલા હાથી મહાવત પાર્વતી બરુઆ, જશપુરના આદિવાસી કલ્યાણ કાર્યકર્તા જાગેશ્વર યાદવ અને સરાયકેલાની આદિવાસી પર્યાવરણ શાસ્ત્રી ચામી મુર્મુને પદ્મશ્રીથી (PadmaShri Awards) સમ્માનિત કરવામાં આવશે.જ્યારે આ વર્ષે ગુજરાતમાંથી એકમાત્ર મહાનુભાવની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં વલસાડના 72 વર્ષીય જાણીતા માઈક્રો બાયોલૉજિસ્ટ યઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.

ડૉ. યઝદી ઈટાલિયાને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

ગત વર્ષે પણ ડૉ. યઝદી ઈટાલિયાને સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાના નિવારણ અને નિયંત્રણ માટે આરોગ્ય સેવામાં નોંધપાત્ર યોગદાન બદલ સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડૉ. યઝદી ઈટાલિયાને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.સિકલ સેલ એનિમિયાએ આદિવાસીઓમાં જોવા મળતો આનુવંશિક રોગ છે, જે કલર ફોર્મ્યુલાની ઉણપને કારણે થાય છે. જેના પરિણામે ગંભીર શારીરિક અને માનસિક પીડા થાય છે. ગુજરાતની આરોગ્ય સેવામાં વર્ષ 2005-06માં સિકલસેલની સારવારને આવરી લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેનો વ્યાપ 14 આદિવાસી જિલ્લાઓમાં પથરાઈ ચૂક્યો છે.

રાજ્યમાં સિકલસેલના પ્રથમ 2 દર્દી વલસાડ જિલ્લાના મળી આવ્યા

2005- 06ના વર્ષમાં રાજ્યની આરોગ્ય સેવામાં (health services) સિકલસેલની સારવારને આવરી લેવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એનો વ્યાપ 14 આદિવાસી જિલ્લાઓમાં પથરાયેલો છે. રાજ્યમાં સિકલસેલના પ્રથમ 2 દર્દી વલસાડ જિલ્લાના મળી આવ્યા હતા. જેમનું નિદાન વલસાડ રક્તદાન કેન્દ્રના ડો.યઝદી ઇટાલિયાએ કર્યું હતું. આ બંન્ને દર્દી સમગ્ર ભારતમાં સૌથી વધુ લાંબુ જીવન જીવ્યા હોવાનો શ્રેય નિદાન કરનાર વલસાડ રક્તદાન કેન્દ્રના ડો. યઝદી ઇટાલિયાને ફાળે જાય છે.

 

જણાવી દઈએ કે, પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન બાદ બીજું સૌથી મહત્વપૂર્ણ સમ્માન છે. પદ્મ પુરસ્કારમાં પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ કેટેગરીમાં આવપામાં આવે છે. પદ્મ એવોર્ડથી સમ્માનની શરૂઆત 1954માં ભારત સરકારે કરી હતી. વર્ષ 1955માં તેને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ નામ આપવામાં આવ્યું હતુ. બસ ત્યારથી આ સમ્માન આ ત્રણ કેટેગરીમાં આપવાની પરંપરા ચાલી રહી છે.

 

આ  પણ  વાંચો Padma Awards Announcement : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત

Whatsapp share
facebook twitter