Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તરપ્રદેશમાં લાઉડસ્પીકર પર તવાઈ, 45 હજારથી વધુ લાઉડસ્પીકર ધાર્મિક સ્થળો પરથી હટાવાયા

06:07 PM Apr 22, 2023 | Vipul Pandya

મહારાષ્ટ્ર બાદ લાઉડસ્પીકરનો વિવાદ ઉત્તર પ્રદેશ પહોંચ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે ઘણી માર્ગદર્શિકા આપી હતી અને પરવાનગી વિના લાઉડસ્પીકર હટાવવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ધાર્મિક સ્થળો પરથી અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે.
23 એપ્રિલે આ સંબંધમાં આદેશનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં સતત અભિયાન ચલાવીને ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવામાં આવી રહ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 58,861 લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે.
ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટે ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરવામાં આવી રહ્યો છે. બિહારમાં પણ આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેટલાક ધર્મના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન ગુરુદ્વારા મેનેજમેન્ટ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.
ગુરુદ્વારાના ગુંબજ પરના મોટા લાઉડસ્પીકરને મેનેજમેન્ટ દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. આ સ્પીકરથી આસપાસના અનેક વિસ્તારોમાં ગુરુવાણીનો અવાજ પહોંચતો હતો. પરંતુ હવે ગુરુવાણી માત્ર ગુરુદ્વારા કેમ્પસમાં જ સાંભળી શકાય છે.