+

Gondal : SMC એ પકડેલા 1 કરોડ ઉપરાંતના દારૂનો નાશ કરાયો

અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ વરસાદી વાતાવરણની વચ્ચે ગોંડલ (Gondal) તાલુકા પોલીસે વિદેશી દારૂ(liquor) ના મોટા જથ્થા નો નાશ કર્યો હતો. SMC બ્રાન્ચ દ્વારા તાજેતરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી…
અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ
વરસાદી વાતાવરણની વચ્ચે ગોંડલ (Gondal) તાલુકા પોલીસે વિદેશી દારૂ(liquor) ના મોટા જથ્થા નો નાશ કર્યો હતો. SMC બ્રાન્ચ દ્વારા તાજેતરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજે  શહેરના વોરા કોટડા રોડ પર 29 હજા થી વધુ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો.
જદતગમા
 29,733 વિદેશી દારૂ ની બોટલોનો નાશ
ગોંડલ તાલુકા પોલીસ અને SMC બ્રાન્ચ દ્વારા તાલુકાના વિવિધ  વિસ્તારોમાં 10 જેટલી કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ ઈંગ્લીશ દારૂના મોટા પ્રમાણના જથ્થાનો શહેરના વોરકોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યા માં નાશ કરવામાં આવ્યો હતો. SMC અને તાલુકા પોલીસે સાત મહિના દરમ્યાન પકડેલા 29,733 વિદેશી દારૂ ની બોટલો 1 કરોડ 9 લાખ 59 હજાર 350 રૂપિયા ની કિંમત ની દાર નો વરસતા વરસાદ ની વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાના સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
જદતગમા
અધિકારીઓની હાજરી
પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, DYSP કે.જી.ઝાલા તાલુકા પોલીસ ના PSI જે.એમ ઝાલા, નશાબંધી અધિકારી PI નર્મિલાબેન મોરી તાલુકા પોલીસ સ્ટાફ ની હાજરીમાં નાશ કરાયો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના કંઠો સુકાયા હતા.
Whatsapp share
facebook twitter