Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

WTC ફાઈનલ માટે ઓવલ ગ્રાઉન્ડ તૈયાર, જોઇ લો પિચની પહેલી ઝલક

05:24 PM Jun 06, 2023 | Vipul Pandya
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલ 7 જૂને રમાશે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાશે.  દિનેશ કાર્તિકે ચાહકોને ઓવલ પિચની પ્રથમ ઝલક બતાવી છે. જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.  ઓવલની પીચ પર માત્ર ઘાસ જ દેખાઈ રહ્યું છે, જેનો અર્થ છે કે આ પીચ પર ઝડપી બોલરોને ઘણી મદદ મળશે, એટલે કે જો ભારતીય બેટ્સમેનો યોગ્ય ટેકનીક સાથે બેટિંગ કરવામાં સક્ષમ નહીં હોય તો ટેસ્ટ મેચમાં તેમને માટે બચવું મુશ્કેલ છે. કાર્તિક દ્વારા શેર કરવામાં આવેલી પીચ પર ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક ચાહકો માને છે કે આ ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં જ ખતમ થઈ જશે. જો કે કેટલાક ભારતીય ચાહકોને તેમના બેટ્સમેનોમાં વિશ્વાસ છે.

સ્ટેડિયમની સ્થાપના 1845માં કરવામાં આવી હતી
આ સ્ટેડિયમની સ્થાપના 1845માં કરવામાં આવી હતી અને અત્યાર સુધી આ મેદાન પર 104 ટેસ્ટ, 75 ODI અને 16 T20 મેચ રમાઈ છે.  ઓવલ ખાતે રમાયેલી 104 ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 43 મેચ જીતી છે અને 23 ટેસ્ટમાં પ્રવાસી ટીમ વિજયી રહી છે, જ્યારે 37 મેચ ડ્રો રહી છે.
‘ઓવલ’માં કેવો છે ભારતનો રેકોર્ડ
ભારતે ઈંગ્લેન્ડના આ મેદાન પર અત્યાર સુધીમાં 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ભારતીય ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે અને  ટીમ ઈન્ડિયાને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 7 ટેસ્ટ મેચ ડ્રો થઈ રહી છે.
ઓવલમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ કેવો છે?
ઓસ્ટ્રેલિયાએ ઓવલ ખાતે 38 મેચ રમી છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 7 ટેસ્ટ મેચ જીતી છે અને 17માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય 14 ટેસ્ટ મેચ ડ્રો થઈ રહી છે.