+

Oscars 2024 : આ જાણીતા એક્ટરે નિર્વસ્ત્ર થઈ મારી એન્ટ્રી,જુઓ Video

Oscars 2024 : લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે (11 માર્ચ) 96 મા ઓસ્કર (Oscars ) એવોર્ડની જાહેરાત કરવામાં આવી રહી આ સમારોહમાં ઓપનહેમરની ફિલ્મને મોટી જીત મળી હતી. ફિલ્મના અભિનેતા…

Oscars 2024 : લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે (11 માર્ચ) 96 મા ઓસ્કર (Oscars ) એવોર્ડની જાહેરાત કરવામાં આવી રહી આ સમારોહમાં ઓપનહેમરની ફિલ્મને મોટી જીત મળી હતી. ફિલ્મના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. અભિનેતા કિલિયન મર્ફીને સર્વશ્રેષ્ઠ અભિનેતા અને ક્રિસ્ટોફર નોલાનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. એમ્મા સ્ટોનની ફિલ્મ પુઅર થિંગ્સ બીજા સ્થાને રહી હતી. જ્હોન સીના (John Cena )ફિલ્મ પીકેમાં આમિર ખાનની જેમ ઓસ્કાર એવોર્ડ સ્ટેજ પર કપડા વગર જોવા મળ્યો હતો

 

WWE કુસ્તીબાજ અને અભિનેતા જ્હોન સીનાએ ઓસ્કાર 2024માં બધાનું ધ્યાન ખેંચ્યું છે. જ્હોન સીના ફિલ્મ પીકેમાં આમિર ખાનની જેમ ઓસ્કાર એવોર્ડ સ્ટેજ પર નિર્વસ્ત્રમાં જોવા મળ્યો હતો, જે સમારોહની સૌથી મોટી ખાસિયત હતી.

જોન સીના કપડા વગર સ્ટેજ પર આવતા ડરે છે. તે બેકસ્ટેજ પરથી જીમીને બોલાવે છે. તે કહે છે કે તે નગ્ન થઈ શકતો નથી. જીમી તેમને સમજાવે છે. પછી જ્હોન સીના સંમત થયો અને તેના પ્રાઈવેટ પાર્ટને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ એન્વેલપથી કવર કર્યા અને વિજેતાની જાહેરાત કરવા સ્ટેજ પર આવ્યા. જોન સીનાને આ રીતે જોઈને બધા જોર જોરથી હસવા લાગ્યા. અંતે જોન સીનાને પડદાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જ્હોન સીના ઓસ્કાર સ્ટેજ પર ન્યૂડ થઇને પહોંચ્યો 

ડબ્લ્યૂડબ્લ્યૂઈ સ્ટાર અને હોલિવૂડ એક્ટર જ્હોન સીનાએ ઓસ્કાર 2024માં મંચ પર ન્યૂડ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. હોસ્ટ જીમી કિમેલ સ્ટેજ પર 50 વર્ષ પહેલાની વાત કરી રહ્યો હતો, જ્યારે એક એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન એક ન્યૂડ મેન એવોર્ડ શો સ્ટેજ પર પહોંચ્યો હતો. આ પછી તેણે કહ્યું કે જો આ સ્ટેજ પર આવું થયું હોત તો કેવું લાગત. બાદમાં જોન સીના સ્ટેજ પર છુપાયેલો જોવા મળ્યો હતો. જિમ્મી અને જ્હોને એક ‘પ્રેંક’ તૈયાર કરી હતી જે કરવાની જ્હોને ના પાડી હતી.

 

આ  પણ  વાંચો  – OSCARS 2024 :Oppenheimer ને મળ્યા 7 ઓસ્કર, કિલિયન મર્ફી બન્યો બેસ્ટ એક્ટર

આ  પણ  વાંચો  – Anant-Radhika Pre Wedding : શાહરૂખ, સલમાન અને આમિર ખાને કર્યો જબરદસ્ત ડાન્સ, Video Viral…

આ  પણ  વાંચો  – Salute to mother Kiran kher – પુત્રને ઉછેરવા માટે છોડી દીધી એક્ટિંગ, ટોચની હિરોઈન બનવાનું સપનું હતું

 

Whatsapp share
facebook twitter